Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબી: મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા 108ની ટીમે રસ્તામાં કરાવી ડીલીવરી

મોરબી નજીક આવેલા આમરણ ગામ પાસે મહિલાને પ્રસુતાની પિડા ઉપડતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ મહિલાની પ્રસુતાની પીડા વધી જતા ઇમરજન્સી ટીમે સાવચેતીના ભાગ રૂપે ત્રણ જીંદગી બચાવા માટે 108માં મહિલાની પ્રસુતા કરાવી હતી. અને મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. 
 

મોરબી: મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા 108ની ટીમે રસ્તામાં કરાવી ડીલીવરી

હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબી નજીક આવેલા આમરણ ગામ પાસે મહિલાને પ્રસુતાની પિડા ઉપડતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ મહિલાની પ્રસુતાની પીડા વધી જતા ઇમરજન્સી ટીમે સાવચેતીના ભાગ રૂપે ત્રણ જીંદગી બચાવા માટે 108માં મહિલાની પ્રસુતા કરાવી હતી. અને મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. 

fallbacks

ફડસરથી મોરબી લઇ આવતા મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા રસ્તામાં જ પ્રસુતિ કરાવી 108ની ટીમે એક સાથે ત્રણ જીંદગી બચાવી લીધી હતી. જશુબેન બચુભાઇ જેઠા નામની 35 વર્ષીય મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા મહિલાના પરિવારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. મહિલાને પ્રસુતા માટે ફડસરથી મોરબી લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન આમરણ ગામમાં 108ની ટીમે રસ્તામાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી.

સાપની કાચળી ઉતરે તેમ મેકઅપ કર્યા બાદ ઉતરી યુવતીની ચામડી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

મહિલાએ ફડસરથી મોરબી જતા રસ્તામાં જ આમરણ ગામ નજીક બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. 108ની ટીમ દ્વારા મહિલાની પરિસ્થિતીને અનુલક્ષી સમય સુચકતાએ રસ્તામાં જ મહિલાની પ્રસુતિ કરાવી જેમાં મહિલાએ એક બાબો અને એક બેબીને જન્મ આપ્યો હતો. 108 ઇમરજન્સીના સ્ટાફની સમય સુચકતાને કારણે ત્રણ જીંદગીનો જીવ બચ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More