Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ 12ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે ગુજકેટની પરીક્ષા

આજે રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવા માટે ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી છે

ધોરણ 12ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે ગુજકેટની પરીક્ષા

અતૃલ તિવારી, અમદાવાદ: આજે રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવા માટે ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી છે. જ્યારે ધોરણ 12 સાયન્સ ગ્રુપ A, B અને ગ્રુપ ABમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુજસેટની પરીક્ષા આપશે. આવતી કાલે રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

fallbacks

વધુમાં વાંચો: એનર્જી સિક્યુરિટી એફર્ટ માટે સુરત મનપાને મળ્યો હુડકોનો એવોર્ડ

ગ્રુપ A (ગણિત)માં 56,913, ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં 77478 અને ગ્રુપ AB (ગણિત + જીવવિજ્ઞાન)માં 455 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ભૌતિક વિજ્ઞાન અને રાસાયણ વિજ્ઞાનની પરીક્ષાનો સમય સવારે 10થી 12 વાગ્યાનો રહેશે. તો જીવવિજ્ઞાનની પરીક્ષાનો સમય બપોરે 1થી 2 વાગ્યાનો રહેશે. ગણિતની પરીક્ષાનો સમય બપોર 2થી 3 વાગ્યા સુધીનો રહેશે.

વધુમાં વાંચો: વિશ્વ મેલેરિયા દિવસઃ ગુજરાતને 2022 સુધી મેલેરિયા મુક્ત બનાવવાનું લક્ષ્ય

આ તમામ વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી હતી. જોકે, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરવી ફરજીયાત હતી. ત્યારે તમામ પરીક્ષા સેન્ટરો પર જિલ્લા શિક્ષણાધિકારીની તાકીદ બાદ ગરમીના કારણે લીંબુ પાણી, ગ્લોકઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્યના 27 પરીક્ષા કેન્દ્રો પર 6,775 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો અમદાવાદ શહેરના 53 પરીક્ષા કેન્દ્રો પર 11033 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર આઇકાર્ડ લઇને આવવું જરૂરી છે. આ વખતે વિદ્યાર્થીઓની થંબથી હાજરી લેવામાં આવશે નહીં. તેના બદલે ફોટો આઇ કાર્ડથી વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવશે. દરેક બ્લોક દીઠ એક સુપરવાઇઝરની નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More