Home> Gujarat
Advertisement
Prev
Next

ભગવાન ભરોસે વડોદરામાં ભેગુ થયું 3000નું ટોળું, એક પણ જણાએ માસ્ક પહેર્યું ન હતું

ભગવાન ભરોસે વડોદરામાં ભેગુ થયું 3000નું ટોળું, એક પણ જણાએ માસ્ક પહેર્યું ન હતું
  • આ 3000 લોકોનું ટોળુ વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું.
  •  એક વ્યક્તિ ધૂનતો હોવાથી તેને માતા આવી હોવાનું સમજીને લોકો ઉમટ્યા હતા.
  • વડોદરાના ખોડિયાર નગર ખાતે હજારોની ભીડ ભેગી થઈ

રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાથી સતર્ક રહેવા માટે માસ્કની કેટલી જરૂર પડે તે હવે કહેવાની જરૂર નથી. નાનકડા બાળકો પણ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distance0 અને માસ્ક (Mask) ના નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. ત્યારે હજી પણ કેટલાક લોકો એવા છે જેઓને પોતાના અને બીજાના જીવની પડી નથી. આવું વિચારનારા લગભગ 3000 લોકો વડોદરામાં એકઠા થયા હતા. વડોદરાના ખોડિયાર નગર ખાતે હજારોની ભીડ ભેગી થઈ હતી. એક સમાજના ખાનગી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.  

fallbacks

આ પણ વાંચો : સવારે 4 વાગ્યે સુરતમાં જર્જરિત ઈમારત ધરાશાયી, નીચે સૂતા 3 મજૂરોના મોત

વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં દેવીપૂજક સમાજનો ધાર્મિક કાર્યક્રમયોજાયો હતો. આજે સવારે કાર્યક્રમમાં અંદાજિત 3 હજાર લોકો ઉમટ્યાં હતા. કોઈ પણ પરવાનગી વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા પોલીસ દોડતી થઈ હતી. એટલું જ નહિ, કાર્યક્રમમાં હાજર કોઈ પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું. 

સવાલ એ છે કે, કેવી રીતે આટલી મોટી સંખ્યામા લોકો એકઠા થયા. ત્યારે જાણવા મળ્યું કે, એક વ્યક્તિ ધૂનતો હોવાથી તેને માતા આવી હોવાનું સમજીને લોકો ઉમટ્યા હતા. જોકે, બીજી એક ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી કે, આ 3000 લોકોનું ટોળુ વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું. જો, આ કાર્યક્રમ રોકવામાં ન આવ્યો હોત તો મહેસાણા સુધી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોત. 

આ પણ વાંચો : હિંમતનગર સિવિલે હોસ્પિટલે તંત્રને કહ્યું, જાણ કર્યા વગર દર્દીઓને અહી ન મોકલો, અમારી પાસે ઓક્સિજન નથી  

આ ઘટનાને પગલે વારસિયા પોલીસે સ્થળ પર પહોંચી હજારોના ટોળાંને દૂર કર્યા પોલીસે કોઈ ગુનો દાખલ ન કરતા આશ્ચર્ય ફેલાયું. વારસિયા પોલીસે કાર્યક્રમનું આયોજન કરનાર સામે નોધ્યો ગુનો છે. 6 વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ કરાઈ છે. એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ 6 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. 

આ પણ વાંચો : જેટી બાદ હવે ગેંગ વે બ્રિજનો વારો, સાબરમતીના કિનારે પૂરજોશમાં સી પ્લેનની તૈયારી 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More