Home> Gujarat
Advertisement
Prev
Next

DGVCL ના કર્મચારીઓનો કાફલો પહોંચ્યો ભાવનગર, રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને દૈનિક ભથ્થુ બમણું અપાશે

વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની કઠીન કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને પણ મળતા દૈનિક ભથ્થુ બમણું આપવાનો પણ નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

DGVCL ના કર્મચારીઓનો કાફલો પહોંચ્યો ભાવનગર, રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને દૈનિક ભથ્થુ બમણું અપાશે

ભાવનગર: ઉર્જા મંત્રી સૌરભ પટેલે (Suarabh Patel) જણાવ્યુ છે કે, રાજ્યમાં આવેલ ‘‘તૌક્તે’’ વાવાઝોડા (Tauktae Cyclone) દરમિયાન વરસાદ અને ભારે પવનને કારણે સૌરાષ્ટ્ર (Saurashtra) ના અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર (Bhavnagar) જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી. તે તમામ જિલ્લાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. 

fallbacks

ઉર્જા મંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના નેતૃત્વમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવેલ જેના કારણે આવશ્યક સેવાઓ જેમ કે, કોવિડ હોસ્પિટલ, વારિગૃહો જેવા વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો હતો. 

તૌકતે વાવાઝોડું: ઓલપાડ તાલુકામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ, થયું આટલું નુકસાન

પરંતુ વીજ થાંભલાઓ અને વીજ લાઈનોને થયેલ નુકસાન વ્યાપક પ્રમાણમાં હોઈ તમામ વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે રાજ્યના વીજ તંત્રના અધિક્ષક ઈજનેર, અધિક મુખ્ય ઈજનેર, મુખ્ય ઈજનેર અને મેનેજીંગ ડીરેકટર કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને જે વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે. તે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.  

ઊર્જા મંત્રી સૌરભ પટેલે (Suarabh Patel) ઉમેર્યુ કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકોને સત્વરે વીજપુરવઠો પુરો પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોન્ટ્રાકટરોને કરવાની થતી કામગીરી માટેના પ્રવર્તમાન દરોમાં પણ ૫૦ ટકાનો વધારો કરી તે મુજબ મહેનતાણાનું ચૂકવણું કરવાનો ઉર્જા વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 

ન્યૂયોર્કમાં લૂંટના ઇરાદે આણંદના પટેલ યુવકની હત્યા, પોલીસે હત્યારાઓની કરી ઓળખ

એટલું જ નહીં પરંતુ તાકીદે વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની કઠીન કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને પણ મળતા દૈનિક ભથ્થુ બમણું આપવાનો પણ નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 

સૌરભ પટેલે (Suarabh Patel) ઉમેર્યુ કે, વાવાઝોડા (Cyclone) ને કારણે આ વિસ્તારોમાં વીજ થાંભલાઓ, વીજ વાયર, વીજ ટ્રાન્સફર્મર અને અતિ ભારે દબાણના વીજ ટાવરોને ભારે નુકસાન થયેલ છે જેના પરિણામે આ જિલ્લાઓના કેટલાક શહેરો અને ઘણાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 

ખેડૂતનો વલોપાત: લાખો રૂપિયાનો માલ તો બગડ્યો મજૂરીના પણ માથે પડ્યા

આ માટે દક્ષિણ ગુજરાત વીજકંપની લીમીટેડ (DGVCL) ના ૪૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓ સુરતથી રોરોફેરી સર્વિસ દ્વારા જરૂરી વાહનો માલસામાન સાથે ભાવનગર (Bhavnagar) ખાતે આવી પહોંચ્યા છે અને આ સમગ્ર કામ આ જિલ્લામાં ચોવીસ કલાક ખડે પગે કામગીરી કરીને શક્ય એટલો ઝડપી વીજપુરવઠો પૂર્વવત કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More