Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત અને ભારતમાં આ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિ ખતરામાં! આ યાદી પર એક નજર મારી લો, નહીં તો...

જીવ સૃષ્ટિની રક્ષા કરવી તે સહુની જવાબદારી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડીયાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. આવનારી પેઢી ગ્રેટ ઇન્ડિયન બસ્ટરડ, ખડમોર જેવા પક્ષીઓ જોઈ શકશે કે કેમ તે મુ્દે સવાલ ઉભો કર્યો છે

ગુજરાત અને ભારતમાં આ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિ ખતરામાં! આ યાદી પર એક નજર મારી લો, નહીં તો...

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત અને દેશમાં કેટલીય જીવ સૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. ગુજરાત બાયોડાઇવર્સિટી બોર્ડના પ્રમાણે ગુજરાતમાં 16થી વધુ વૃક્ષ, વનસ્પતિ વેલાની પ્રજાતિ ખતરામાં છે. રાજ્યના આઠ જેટલા પ્રાણી-પક્ષી અને દરિયાઇ જીવ વિલુપ્તીની કગાર પર ઉભા છે. ત્યારે નેશનલ બાયોડાઇવર્સીટી બોર્ડે મુજબ દેશમાં 420 વૃક્ષો, વેલા અને વનસ્પતિની પ્રજાતિ ખતરામાં હોય તેવી સ્થિતિ જણાવી છે. જ્યારે 73થી વધુ પ્રાણીઓ, પક્ષીઓ, દરિયાઇ જીવો વિલુપ્ત થવાના આરે છે. 

fallbacks

મોટી દુર્ઘટના! પોળોમાં ફરવા આવેલા યુવકનું મોત, આણંદથી 9 મિત્રો ઇકો કાર લઈ આવ્યા હતા

જીવ સૃષ્ટિની રક્ષા કરવી તે સહુની જવાબદારી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડીયાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે. આવનારી પેઢી ગ્રેટ ઇન્ડિયન બસ્ટરડ, ખડમોર જેવા પક્ષીઓ જોઈ શકશે કે કેમ તે મુ્દે સવાલ ઉભો કર્યો છે. છોટાઉદેપુરની ઊડતી ખિસકોલી, મળતાવડી ટીટોડી આવનારી પેઢીને જોવાં મળશે કેમ? સફેદ ખાખરો, સિમુલ, દૂધ કુડી, કુકર, દુદલા જેવા વૃક્ષો અને મીઠો ગૂગળ, કાયારીવેલ, પલાસ વેલ, માર્ચ પાંડો જેવી વનસ્પતિઓ ગુજરાત માં જોવા મળશે ખરી? સરકાર આ જીવ સૃષ્ટિ અને વનસ્પતિને બચાવવામાં ઉદાસીન કેમ? 

MI vs SRH: કેમરૂન ગ્રીનની ધમાકેદાર સદી, મુંબઈએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

તેમણે જણાવ્યું હતું કે, સરકારે જીવ સૃષ્ટી અને પર્યાવરણ બચાવવા અંગે યોગ્ય કાયદો લાવી ભરપુર પ્રયાસ કરવા જોઇએ. પર્યાવરણ બચાવવા માટે અલગથી બજેટની જોગવાઇ કરી તકેદારી લેવી જોઇએ. લુપ્ત થતી વનસ્પતિ પ્રજાતિ અને પ્રાણી પક્ષી પ્રજાતિ માટે મંત્રી વિશેષ પેકેજની જાહેરાત કરે. 

પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રધાનમંત્રી જેમ્સ મારાપે પગે લાગ્યા

ગુજરાતમાંથી વિલુપ્ત થતી કેટલીક પ્રજાતિઓના નામ

  • ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી
  • ખડમોર પક્ષી
  • મળતાવડી ટીટોડી પક્ષી
  • ખેરો (ઇજિપ્તીયન ગીધ) પક્ષી
  • ઇન્ડિયન વલચર (ગીધ) પક્ષી
  • સુડિયો પક્ષી
  • કાળી ડોક પક્ષી
  • જળ બિલાડી
  • ઊડતી ખિસકોલી
  • બાર્કિંગ ડિયર કાકર
  • સીમુલ વૃક્ષ
  • ઉરો વૃક્ષ
  • સફેદ ખાખરો વૃક્ષ
  • દૂધ કૂડી વૃક્ષ
  • કુકર વૃક્ષ
  • મીઠો ગૂગળ
  • કાયારી વેલ
  • પલાશ વેલ
  • માર્ચ પાંડો વનસ્પતિ
  • કાચિંડા ગરોળીની એક પ્રજાતિ ચાચી
  • વ્હાઈટ રમ્પડ વલચર ગીધ
  • હોક્સ બિલ તર્ટલ કાચબો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More