Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છ : પરપ્રાંતિયો ધીરજ ખૂટી અને SDM કચેરી બહાર 500 શ્રમિકો ઉતર્યા રસ્તા પર

કચ્છના અંજાર SDM કચેરી સામે આજે 500 જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રમિકોને ટ્રેનની ટિકિટ અને પરમિશન આપ્યા છતાં પણ ટ્રેનમાં ન મોકલતા શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ જમવાની વ્યવસ્થા પણ ન થઈ હોવાનો શ્રમિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી અને અંજાર SDM કચેરી બહાર 500 શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે કચ્છ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. કચ્છનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 

કચ્છ : પરપ્રાંતિયો ધીરજ ખૂટી અને SDM કચેરી બહાર 500 શ્રમિકો ઉતર્યા રસ્તા પર

ઝી મીડિયા/કચ્છ :કચ્છના અંજાર SDM કચેરી સામે આજે 500 જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રમિકોને ટ્રેનની ટિકિટ અને પરમિશન આપ્યા છતાં પણ ટ્રેનમાં ન મોકલતા શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ જમવાની વ્યવસ્થા પણ ન થઈ હોવાનો શ્રમિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોની ધીરજ ખૂટી અને અંજાર SDM કચેરી બહાર 500 શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે કચ્છ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. કચ્છનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 

fallbacks

રાજકોટમાં બંધ પડેલા ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કચ્છના અંજારમાં પરપ્રાંતિય 500 જેટલા શ્રમિકોને આજે યુપી માટે મોકલવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ ટિકીટના રૂપિયા, મંજૂરી પત્ર આપ્યા બાદ પણ આ આજે તેઓને ટ્રેનથી પરત વતન ન મોકલતા શ્રમિકોએ હોબાળો કર્યો હતો. વહેલી સવારથી અત્યાર સુધી નાયબ કલેકટર કચેરી બહાર શ્રમિકો વાટ જોઈ રહ્યા હતા, છતાં તંત્રએ કોઈ વ્યવસ્થા કરી નહિ, અને અંતે ધીરજ ખૂટી પડતા પરપ્રાંતિય શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે, ટિકીટના રૂપિયા અને મંજૂરી પત્ર આપ્યા બાદ તંત્રએ કહ્યું કે, ટ્રેન સુધી મોકલવા માટે વ્યવસ્થા કરાશે. પરંતુ મોડી રાત સુધી કોઈ વ્યવસ્થા ન કરાઇ, અને તંત્ર દ્વારા કહી દેવાયું કે ટ્રેન હવે નહિ આવે. આ સાંભળીને શ્રમિકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
શ્રમિકોને ભોજન માટે પણ કોઈ વ્યવસ્થા તંત્ર તરફથી કરાઈ નહિ. મોડી રાત સુધી કચ્છમાં શ્રમિકો રઝળતા રહ્યા, પણ કચ્છના તંત્રએ પરવાહ કર્યા વિના મજૂરોને આમ રસ્તા પર ભગવાન ભરોસે છોડી મૂક્યા.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી

શ્રમિકોએ કચ્છના તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, અમને ટ્રેન ટિકીટની રસીદ આપી, મંજૂરી પત્ર આપ્યો, પરંતુ ટ્રેન વતન મૂકશે એની આશામાં અમે અમારા ભાડાના ઘર છોડીને આવી ગયા કે ટ્રેન દ્વારા વતન મોકલવા આવશે. પરંતુ અચાનક અધિકારી કહી દીધું કે, ટ્રેન હવે નહિ આવે. હવે અમે રસ્તા પર આવી ગયા છીએ, ન રહેવા માટે વ્યવસ્થા છે, ન તો ખાવા માટે ભોજન. આજ સુધી તંત્ર દ્વારા કોઈ સહાય કે ભોજન અપાયું નથી, જેના કારણે આ કપરી સ્થિતિમાં અમને અમારા વતન મોકલવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More