અમદાવાદ: કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખી કેલોરેક્સ ગ્રૂપની શાળાઓના 7000થી વધુ વિદ્યાર્થીઓ અને 400થી વધુ શિક્ષકો ડિજિટલ વર્ગો મારફતે ઓનલાઇન શિક્ષણની મહા પહેલમાં ભાગ લઈ રહ્યાં છે, જેથી કરીને બાળકોનું શિક્ષણકાર્ય બગડે નહીં તે સુનિશ્ચિત કરી શકાય.
કેલોરેક્સ ગ્રૂપની ડીપીએસ-બોપલ, ડીપીએસ-પૂર્વ તથા ઘાટલોડિયા, મુંદ્રા, રાજુલા અને ભરૂચમાં આવેલ કેલોરેક્સ પબ્લિક સ્કુલ્સના ધોરણ 1થી 9 અને ધોરણ 11ના 7000થી વધુ વિદ્યાર્થીને ઓનલાઇન વર્ગો, ડિજિટલ સામગ્રી અને સમસ્યાઓને ઉકેલવા લાઇવ સંવાદાત્મક સેશન્સ મારફતે ભણાવવામાં આવી રહ્યાં છે.
લૉકડાઉન દરમિયાન ઓનલાઇન વર્ગો ઉપરાંત, શાળાઓ વાલીઓ અને વિદ્યાર્થઈઓનું ઓનલાઇન લાઇફ-કૉચિંગ અને કાઉન્સેલિંગ પણ કરી રહી છે તથા વિજ્ઞાન, ગણિત અને ભાષાઓની મૂળભૂત વિભાવનાઓનું અન્વેષણ કરવા માટે વિશેષ ઓનલાઇન વર્ગોનું પણ આયોજન કરી રહી છે.
કેલોરેક્સ ગ્રૂપની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સહિત તમામ હિતધારકોને સલામત માહોલ પૂરો પાડવા માંગે છે તથા આ પ્રકારના સમયમાં કેલોરેક્સ તેની તમામ શાળાઓના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અવિરત ચાલતું રહે તેની ખાતરી કરવા માટે આઇસીટી આધારિત સાધનોનો ઉપયોગ અને અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત શાળાઓ જરૂરિયાત મુજબ, ઓનલાઇન એસાઇન્મેન્ટ પૂરાં પાડી રહી છે, પરીક્ષાઓ લઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે