Home> Gujarat
Advertisement
Prev
Next

ભૂપેન્દ્રસિંહ ખાંટને સારવાર માટે લઈ જવાતા હતા તે સમયે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા

ભૂપેન્દ્રસિંહ ખાંટને સારવાર માટે લઈ જવાતા હતા તે સમયે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા
  • તેઓને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં તેમનું નિધન થયું
  • જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :મોરવા હડફ (Morva Hadaf) ના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ (BhupendraSinh Khant) નુ નિધન થયું છે. તેઓને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં તેમનું નિધન થયું હતું. ભૂપેન્દ્રસિંહ ખાંટ કોંગ્રેસના બાહુબલી નેતા અને ગત સાસંદ ઉમેદવાર વેચાતભાઈ ખાંટના પુત્ર છે. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભા બેઠકથી જીત્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા. 

fallbacks

2017માં ધારાસભ્યનું સભ્યપદ કેન્સલ થયું હતું 
વર્ષ 2017માં પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરાયું હતું. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બદા તેમને સસ્પેન્ડ કર્યાં હતા. આ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેથી તેને લઈને અધ્યક્ષે આ કાર્યવાહી કરી હત. ભૂપેન્દ્રસિંહ ખાંટ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયા હતા.

આ પણ વાંચો : તારક મહેતા શોમાં આવશે મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, દયાબેનની વાપસી પર મોટા અપડેટ

જાતિના પ્રમાણપત્રને લઈને વિરોધ થયો હતો 
ભુપેન્દ્રસિંહ ખાંટ પર 2010માં કેસ થયો હતો, તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભુપેન્દ્ર સિંહ ખાંટે ખોટા દસ્તાવેજો રજૂ આદિવાસી બન્યા હતા. તેઓ રાજકીય અને અન્ય લાભ મેળવવા માટે આદિવાસી બન્યા હતા તેવા આરોપો ઉઠ્યા હતા. આ મુદ્દે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર અપક્ષ તરીકે વિજેતા થયેલા ભુપેન્દ્રભાઈ ખાંટે ખોટુ જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યાના આક્ષેપ સાથે તેમની વિરુધ્ધ આદિવાસી સમાજે રેલી પણ કાઢી હતી.

આ પણ વાંચો : હાથમાં લાખોનું પર્સ લઈને વ્હાઈટ હાઉસમાંથી નીકળી હતી મેલેનિયા ટ્રમ્પ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More