અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ છે. સામાન્ય લોકોને અત્યાધુનિક સુવિધાઓથી અને સારા તબીબો દ્વારા સારવાર મળી રહે તે માટે એએમસી દ્વારા ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રથમ પેપરલેસ હોસ્પિટલનું નિર્ણાણ કરવામાં આવ્યું છે.
વધુમાં વાંચો...ગુજરાતમાં દારૂની હેરાફેરીનો બુટલેગરનો નવતર પ્રયોગ, પોલીસ પણ અસમંજસમાં
મહત્વનું છે, કે ભારતની સૌથી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અને લોકાપર્ણ થયાને બીજા દિવસથી આ હોસ્પિટલ સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવશે. ત્યારે નોધનિંય છે, કે આ હોસ્પિલ દ્વારા ડિઝિટલ ઇન્ડિયને આગળ વધારા માટે પેપર લેસ સીસ્ટમનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે