ઝી મીડિયા/બ્યૂરો :નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું છે. મોટેરા સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન કર્યું હતું. જેના માટે તેમણે સ્ટેડિયમની તકતીનું અનાવરણ કર્યું હતું. ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સાથે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જોડાયું છે. સ્ટેડિયમની આસપાસના 233 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ ભૂમિપૂજન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ એન્ક્લેવ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્ક્લેવ તરીકે ઓળખાશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે. સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જાહેરાત થતા જ સ્ટેડિયમ એન્ટ્રી પર નામ પાસે લાગેલો પડદો હટાવવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્ક્લેવમાં બનાવવામાં આવેલ ભવ્ય સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું છે.
અમદાવાદ હવે સ્પોર્ટિસ સિટીના નામે ઓળખાશે
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરામાં 18 એકરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. આંતરરાષ્ટ્રીય રમતવીરો માટે તમામ સુવિધાઓ એક જ શહેરમાં હશે. 233 એકર જમીન પર બધુ તૈયાર થશે. ઓલિમ્પિક રમત માટે 6 મહિનામાં તૈયાર થઈ શકીએ એટલી ક્ષમતા આપણી છે. અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટીના નામે ઓળખાશે. મોદીજીનું સ્વપ્ન હતું. તેમના વિઝનની વાત નહીં કરું તો વાત અધૂરી રહેશે. મોદીજીએ કહ્યું હતું કે રમત અને સેનામાં ગુજરાતે આગળ વધવું જોઈએ. આજે સેનાની ભરતીમાં ક્વોટા ખાલી નથી જતો જે અગાઉ ખાલી જતો. 650 સ્કૂલને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે જોડીશું. અહીં બાળકો આવશે રમશે અને જમીને અહીંથી જશે. 34 બસોથી જોડીશું. આજની મેચમાં શ્રીનાથ મેચના રેફરી છે, આ મેદાન તેમના માટે યાદગાર છે.
કોંગ્રેસકાળમાં સરદારનું નામ ભૂલાયું
અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે એમના શાસનમાં સરદારનું નામ ભૂલાય એવા કામ કર્યા. મોદીજીએ એવી વ્યસ્થા કરી કે સરદારનું નામ કોઈ ભૂંસી નહિ શકે. મોદીજીની પ્રેરણાથી સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. જે યુવાનો સાથે વર્ષો સુધી જોડાયેલું રહેશે. 3200 કરોડ સરકારી અને 1400 કરોડના ખર્ચે PPE મોડલની મદદથી અહીં 4600 કરોડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હશે. આ એન્ક્લેવમાં હોકી સ્ટેડિયમ ધ્યાનચંદજીના નામથી બનશે. 2003 થી હું મોદીજી સાથે કામ કરૂં છું. મોદીજીએ હંમેશા કહ્યું છે કે રમતમાં જ્યાં સુધી યુવાનો આગળ નહીં આવે દેશ માટે કઈ નહિ કરી શકે.
આ પણ વાંચો : ક્રિકેટ પ્રેમીઓ ગેલમાં, રાષ્ટ્રપતિએ કર્યું વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન
મોટેરા સ્ટેડિયમની સફર વિશે...
ગુજરાત ક્રિકેટ એસોસીએશન (GCA) દ્વારા અમદાવાદના મોટેરામાં તૈયાર કરાયેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2014માં GCAના પ્રેસિડેન્ટ તરીકે અને મુખ્યમંત્રી તરીકે તેમણે વિચાર મૂક્યો હતો કે 25 વર્ષ જૂનું મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તોડીને તેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવીએ. જે શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય. ત્યારબાદ, GCAના પ્રમુખ તરીકે તેમના અનુગામી અને હાલમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશાળ પ્રોજેક્ટની ધૂરા સંભાળી અને GCAના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને BCCIના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તથા GCAના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી જય શાહે સંપૂર્ણ સહયોગ સાંપડ્યો. સપ્ટેમ્બર 28, 2019ના રોજ GCAનું નેતૃત્વ સંભાળવા માટે ઉપાધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની આગેવાનીમાં ટીમ ચુંટાઈ અને આ ટીમે મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.
મોટેરા ખાતે નવનિર્મિત સ્ટેડિયમના મહત્વનાં પાસાં:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે