Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: માતાએ બાઇક લેવાની મનાઇ કરતા યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વડોદરા શહેરનાં કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતા પાસે નવી બાઇક લેવા માટે પૈસાની માંગ કરી હતી. જો કે માતાએ હાલ પૈસા નહી હોવાથી થોડો સમય માટે ખમી જવાનું કહ્યું હતું. યુવાનને આ મુદ્દે લાગી આવતા તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસને ઘટના અંગે માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા: માતાએ બાઇક લેવાની મનાઇ કરતા યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વડોદરા : વડોદરા શહેરનાં કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા યુવાને માતા પાસે નવી બાઇક લેવા માટે પૈસાની માંગ કરી હતી. જો કે માતાએ હાલ પૈસા નહી હોવાથી થોડો સમય માટે ખમી જવાનું કહ્યું હતું. યુવાનને આ મુદ્દે લાગી આવતા તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસને ઘટના અંગે માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

fallbacks

પહેલાં મોટા ઉપાડે માસિક ચેક કરવા માટે ઉતરાવ્યા છોકરીઓના કપડાં અને હવે આવ્યો મોટો વળાંક
આપઘાત કરનારો યુવાન ખેત મજુરી કરીને ચલાવતો ગુજરાન
વડોદરામાં આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઇ પટેલનું ખેતર આવેલું છે. આ વાડીમાં દિનેશ રામસિંગ નાયક પોતાનાં પરિવાર સાથે ખેત મજુરી કરી છે. દિનેશ માતા પાસે બાઇક લેવા માટે માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. જો કે માતાએરૂપિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દિનેશે મોડી રાત્રે ફાંસો ખાઇને પોતાની જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ બનાવ અંગેની જાણ જવાહરનગર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. સમગ્ર મુદ્દે લાશને કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More