દાહોદ : જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા અને તેની બે વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંન્ને ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લીમખેડા નજીક દૂધિયા નજીક હાઇવે પરથી એક ટ્રક અને ગાડી પસાર થઇ રહી હતી.
અમદાવાદમાં તમારા સૈન્યને જાણો કાર્યક્રમનું આયોજન, જાણો જવાનો કેટલી વિષમ સ્થિતિમાં બજાવે છે ફરજ
અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા એક પરિવારની કારમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે થાંદલા તાલુકામાં રહેતા 29 વર્ષીય પ્રેમીલાબેન કાળુભાઇ ડામોર અને બે વર્ષીય નયનાબેન કાળુભાઇ ડામોર અને બંન્ને માતા પુત્રીનાં શરીરે તેમજ હાથે-પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘનટા સ્થળે પહોંચી હતી.
GUJARAT CORONA UPDATE: 12 નવા કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
અકસ્માતમાં બે વ્યક્તિને શરીરે ઇજા પહોંચી હતી. તેઓને 108 ઇમરજન્સી સારવાર માટે દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે