Ahmedabad News અમદાવાદ : અમદાવાદની પરણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. તો ઝેરી દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ છે. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવીને પરણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી. પરણીતાએ આત્મહત્યા પહેલા હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડી છે. આ સ્યૂસાઈડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર નથી ગણાવ્યા. સાથે જ ‘પતિના હાથે સિંદૂર ન પુરવતા...’ તેવું લખી કર્યું મોત વ્હાલું કર્યું છે. ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તેમજ પરણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે આપઘાત કર્યો હતો. તેણે ચોકલેટમાં ઘઉંમાં નાંખવાની દવા મિક્સ કરીને પોતે ગટગટાવી હતી, સાથે જ ત્રણ સંતાનોને પણ આપી હતી. ત્યારે ઝેરી દવાની અસરથી માતા અને પુત્રનું મોત નિપજ્યું ચે. તો બે બાળકીઓની તબિયત ગંભીર છે. હાલ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભૂકંપના આંચકાથી ધ્રુજી ગુજરાતની ધરા, બનાસકાંઠામાં આવ્યો ભૂકંપ
પરિણીતાએ મોત પહેલા હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડી છે. પરિણીતાના મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે. પોલીસે પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે પરિણીતાની આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્યૂસાઈડ નોટમાં પરિણીતાએ શું લખ્યું
મમ્મી-પપ્પા હું બહુ થાકી ગઈ છું. મારે અને મારા છોકરાને નથી જીવવું. મારા ગયાં પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો. તમારી દીકરી તરીકે મને વિદાય આપજો તમારી વહુ તરીકે વિદાય ન આપતા. એના હાથે સિંદૂર પણ ન પુરાવતા. મારે તમારા ઘરે પાછું નથી આવવું, હું કોઈના પર બોજો બનવા નથી માંગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માંગતી એટલે હવે હું હવે આ પગલું ભરી રહી છું. આ ઘરમાં હવે મારું અને મારા છોકરાઓનું કંઈ જ નામોનિશાન ન રહેવું જોઈએ, હું કે મારા છોકરાઓ હોઈએ કે ના હોઈએ કશો જ ફરક નથી પડતો. બસ હવે હું જઉં, પપ્પા-મમ્મી, ભાઈ તમે અમને લોકોને યાદ કરીને રડતાં નહીં. હંમેશાં ખુશ રહેજો તમે લોકો.
આ રહ્યું દારૂના અડ્ડાઓનું લિસ્ટ, કરો કાર્યવાહી... ગોપાલ ઈટાલિયાનો સુરત પોલીસને પડકાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે