Home> Gujarat
Advertisement
Prev
Next

સાંસદ અને Dy.CM નીતિન પટેલ પ્રચાર કરતા રહ્યા અને ઉમેદવાર સ્ટેજ પર જ ઉંઘી ગયા

સાંસદ અને Dy.CM નીતિન પટેલ પ્રચાર કરતા રહ્યા અને ઉમેદવાર સ્ટેજ પર જ ઉંઘી ગયા

* અબડાસા પેટા ચૂંટણી માં આવી રહ્યો છે ગરમાવો
* વીથોણ ગામમાં નાયબ સીએમ નીતિન પટેલ ચૂંટણી પ્રચાર સભામાં પહોંચ્યા
* વીથોણમાં નાયબ સીએમ નીતિન પટેલ ચૂંટણી પ્રચાર સભા
* મંત્રીઓ મથતા રહ્યા પ્રદ્યુમ્નસિંહના પ્રચાર માટે અને બાપુ સુઈ રહ્યા

fallbacks

રાજેન્દ્ર ઠક્કર/અબડાસા : પેટા ચૂંટણીમાં હાલ તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. વીથોણા ગામમાં નાયબ મુખ્યપ્રધાન ચૂંટણી પ્રચાર સભામાં પહોંચ્યા હતા. વીથોણમાં નાયબ મુખ્યપ્રધાને ચૂંટણી સભા સંબોધિ હતી. જો ભાજપના ઉમેદવાર નાયબ મુખ્યપ્રધાન સબા સંબોધિ રહ્યા હતા ત્યારે જોકે ચડ્યા હતા. સાંસદ વિનોચ ચૌહાણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતનાં અનેક નાના મોટા પદાધિકારીઓની હાજરીમાં ઉમેદવાર પ્રદ્યુમન સિંહ નિંદ્રાસન માણી રહ્યા હતા. જે કેમેરામાં ઝડપાઇ ગયું હતું. અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. વીથોણ ખાતે સભા સંબોધી હતી. જેમાં સરકારના નર્મદા, કૃષિ, આરોગ્ય સહિતના કાર્યો વર્ણવી મતદારોને ભાજપ ઉમેદવારને વિજેતા બનાવવા માટે આહ્વાન કર્યું હતું.

ડાકોરમાં દર્શનાર્થીઓનાં ટોળા જોઇ આખરે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિયમ રદ્દ કરાયો

અબડાસા પેટા ચૂંટણીના ધમધમાટમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. પાટીદારના કુળદેવી ઉમિયા માંના ચરણે શીશ ઝુકાવ્યું અને નખત્રાણામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે વિથોણમાં ચૂંટણી સભા યોજાઈ હતી, ત્યારે ભાજપના પદાધિકારીઓ મંત્રી સહિતનાએ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આહવાહન કર્યું હતું. અબડાસા બેઠક જીતવા આજે નીતિન પટેલ કચ્છના પ્રવાસે છે. અલગ અલગ સમાજોની મિટિંગો બેઠક બાદ રાત્રી સભા વીથોણમાં યોજાઈ હતી. 

દિવાળી સમયે બ્રાન્ડેડ વસ્તુ ખરીદતા પહેલા રાખજો તકેદારી, કરોડોનો ડુપ્લીકેટ સામાન જપ્ત

વિથોનમાં વિરોધ  થયો પોસ્ટર લાગ્યાએ મુદ્દે આ તો જાહેરજીવન છે, એમ 5 લોકો વિરોધ કરવા વાળા પણ હોય એવું કહ્યું હતું. ચૂંટણીઓમાં ઘણું બધું થતું હોય છે અને આવા બનાવો બનતા હોય છે. ભાઈ અને ભાઉ વચ્ચે નીતિન પટેલ પરેશાન છે. આ અમિત ચાવડાએ જે ગઈ કાલની સભામાં કહ્યું હતું તે અંગે નીતિન પટેલે ખુલાસો કર્યો હતો. પક્ષ પડતું અંગે અબડાસાની પ્રજા ભાજપને મત આપશે એવી વાત પણ કરી હતી. અબડાસા મતવિસ્તારના  આ જાહેર સભા સંબોધી હતી. જેમાં ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને વિજેતા બનાવવા મતદારોને હાકલ કરી હતી. આ જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અબડાસા બેઠક જીતવા પ્રદેશ નેતાઓનો અબડાસામાં પડાવ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More