Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ અને મોરબીના ડેમો ભરી ખેડૂતોને પાણી પૂરુ પાડવા માટે સાંસદ મોહન કુંડારીયાએ સીએમને લખ્યો પત્ર

રાજકોટ અને મોરબીના ડેમો ભરી ખેડૂતોને પાણી પૂરુ પાડવા માટે સાંસદ મોહન કુંડારીયાએ સીએમને લખ્યો પત્ર

રાજકોટઃ વરસાદ ઓછો થવાને કારણે અનેક જગ્યાએ ખેડૂતો પરેશાન છે. ગઈકાલે જ રાજ્ય સરકારે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. તો આજે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેમણે રાજકોટ અને મોરબી જિલ્લાના ડેમો નર્મદાના પાણીથી ભરવા અને ખેડૂતોને સિંચાઇના પાણીની વ્યવસ્થા કરવાનું પત્રમાં કહ્યું છે. 

fallbacks

સાંસદ મોહન કુંડારીયાએ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું કે, સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્ર મચ્છુ બ્રાન્ચની કેનાલમાંથી ઘોડાધ્રોઇ તેમજ મચ્છુ-2 કેનાલ ડેમી-2, ડેમી-3, બંગાવળી, આજી-3 સુધી પાણી લઇ જવાનું છે તો ઉપર મુજબના ડેમોમાં પાણી નાખીને ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ 2 એકર જમીનમાં શિયાળુ પાક વાવવાની મંજૂરી આપવાથી ખેડૂત ખાતેદારોને ઘરનું અનાજ તેમજ માલધારીઓને પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન લઇ થઇ શકે.

fallbacks

આ સાથે તેમણે પત્રમાં જણાવ્યું કે, આજી-1ની પાઇપલાઇનમાંથી ડેમી-1માં પણ પાણી નાખી શકાય તેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. તેથી તે ડેમમાં પણ પાણી નાખીને ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ 2 એકર જમીનમાં રવિ પાક વાવવાની મંજૂરી આપવાથી ઘરનું અનાજ થઇ શકે. આ અંગે યોગ્ય વિચારણા કરવા મારી વિનંતી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More