Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના: રાજકોટવાસીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, ખાસ જાણો નહીં તો પસ્તાશો

રાજકોટ શહેર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ લોકડાઉન દરમિયાન બે કે તેથી વધુ વખત જો કોઈ વાહન ડિટેઈન થયેલુ જણાશે તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરાશે. 

કોરોના: રાજકોટવાસીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, ખાસ જાણો નહીં તો પસ્તાશો

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ લોકડાઉન દરમિયાન બે કે તેથી વધુ વખત જો કોઈ વાહન ડિટેઈન થયેલુ જણાશે તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરાશે. 

fallbacks

અત્રે જણાવવાનું કે રાજકોટ પોલીસને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં સારી એવી સફળતા મળી છે. અત્યાર સુધી રાજકોટ પોલીસે 20,000 જેટલા વાહનો ડિટેઈન કર્યા છે. ડિટેઈન કરાયેલા 20,000 જેટલા વાહનો પૈકી 100 વાહનો એવા છે જેમને બે કે તેથી વધુ વખત ડિટેઈન કર્યા હોય તેવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. 

લોકડાઉનના 47માં દિવસે ગુજરાત માટે મળ્યા સારા સમાચાર
લોકડાઉનના 47મા દિવસે એટલે કે રવિવારે (10 મે)ના રોજ આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. 

આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. છેલ્લાં 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ અત્યાર સુધી ગુજરાતમાં કુલ મોત 493 થયા છે.

ગુજરાતમાં જિલ્લા વાઈસ કેસ પર એક નજર
ગુજરાતમાં સૌથી વધુ કેસમાં અમદાવાદ નંબર વન પર છે. અમદાવાદમાં 5818, વડોદરામાં 518, સુરતમાં 895, રાજકોટમાં 66, ભાવનગરમાં 94, આણંદમાં 78, ગાંધીનગરમાં 129, પાટણમાં 27, ભરૂચમાં 28, નર્મદામાં 12, બનાસકાંઠામાં 81, પંચમહાલમાં 61, છોટાઉદેપુરમાં 14, અરવલ્લીમાં 73 મહેસાણામાં 50, કચ્છમાં 8, બોટાદમાં 56, ગીર-સોમનાથમાં 12, દાહોદમાં 20, ખેડામાં 29, મહીસાગરમાં 44 અને જામનગરમાં 26 કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં કુલ કેસ 8195 થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો ભયજનક રીતે આગળ વધી રહ્યો છે, જે જોતા ગુજરાત થોડા જ દિવસોમાં મહારાષ્ટ્રને હટાવીને નંબર વનનું સ્થાન લઈ લે તો નવાઈ નહિ. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી જ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી નવી ડિસ્ચાર્જ પોલિસી લાગુ કરાઈ હતી. જે અંતર્ગત આજે અનેક દર્દીઓને સાજા થઈને ઘરે પરત મોકલાયા હતા. આજે અમદાવાદથી 100, વડોદરામાં 41 તો સુરત અને નાના શહેરોમાં પણ વધુ લોકો ડિસ્ચાર્જ થયા છે. તમામ દર્દીઓને નવી માર્ગદર્શિકા અંતર્ગત ડિસ્ચાર્જ કરાયા છે. આમ, ગુજરાતમાં રિકવર રેટ વધ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More