Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર-ચપ્પુ

સંસ્કારીનગરી કહેવાતુ વડોદરા (Vadodara) હવે સલામત રહ્યું નથી. અહીં દીકરીઓ પર અત્યાચાર (woman safety) થઈ રહ્યાં છે. વડોદરાની સગીરા પર દુષ્કર્મ થઈને અઠવાડિયું વીતી ગયું છે, છતાં હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિવિધ ત્રણ સ્કેચ બનાવ્યા, પણ હજુ સુધી આરોપીઓનો કોઈ અત્તોપત્તો નથી. આવામાં હવે પોતાની સુરક્ષા રાખવાની જવાબદારી ખુદ મહિલાઓએ જ નિભાવી છે. અપના હાથ જગન્નાથ... ઉક્તિને સાચી ઠેરવતી મહિલાઓ હવે પોતાની સુરક્ષા માટે પોતાની પાસે સાવચેતીના ભાગરૂપે વિવિધ વસ્તુઓ રાખતા થયા છે. આ મામલે ઝી 24 કલાક દ્વારા વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે જાણ્યું હતું.

વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર-ચપ્પુ

રવિ અગ્રવાલ/વડોદરા :સંસ્કારીનગરી કહેવાતુ વડોદરા (Vadodara) હવે સલામત રહ્યું નથી. અહીં દીકરીઓ પર અત્યાચાર (woman safety) થઈ રહ્યાં છે. વડોદરાની સગીરા પર દુષ્કર્મ થઈને અઠવાડિયું વીતી ગયું છે, છતાં હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિવિધ ત્રણ સ્કેચ બનાવ્યા, પણ હજુ સુધી આરોપીઓનો કોઈ અત્તોપત્તો નથી. આવામાં હવે પોતાની સુરક્ષા રાખવાની જવાબદારી ખુદ મહિલાઓએ જ નિભાવી છે. અપના હાથ જગન્નાથ... ઉક્તિને સાચી ઠેરવતી મહિલાઓ હવે પોતાની સુરક્ષા માટે પોતાની પાસે સાવચેતીના ભાગરૂપે વિવિધ વસ્તુઓ રાખતા થયા છે. આ મામલે ઝી 24 કલાક દ્વારા વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે જાણ્યું હતું.

fallbacks

ખુશ થઈને ભાવનગરના આ ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને આપ્યું 1 લાખનું ઈનામ

વડોદરાના નવલખી મેદાન સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે ખુદ ચિંતિત બની છે. એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીમાં ભણતી વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પોતાની પાસે સુરક્ષા સાધનો રાખી રહી છે. વિદ્યાર્થીનીઓને ઘરથી નીકળતા સમયે ડર લાગી રહ્યો છે, જે ડરને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ પોતાની પાસે ચપ્પુ તેથી અન્ય ધારદાર વસ્તુઓ સાથે રાખી રહ્યાં છે.

BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા માટે હાજર રહેશે

અમે વિદ્યાર્થનીઓને પૂછ્યું તો તેઓએ કહ્યું કે, તેઓ પોતાની સાથે ચમચી, કાતર પણ રાખી રહી છે. એટલું જ નહિ, વિદ્યાર્થીનીઓને ચપ્પુ, કાંટાવાળી ચમચી, કાતર ચલાવતા પણ આવડે છે. તેઓએ કહ્યું કે, જરૂર પડ્યે તેઓ આ વસ્તુઓ પોતાની સુરક્ષા માટે વાપરતા અચકાશે નહિ. વિદ્યાર્થિનીઓના મતે તમામ યુવતી અને મહિલાઓને કરાટે, જુડો જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. તેમજ પોતાની પાસે સુરક્ષાના સાધનો રાખવા જોઈએ. જેથી તે પોતાની રક્ષા કરી શકે. આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓ કવિતા મહેતા, નિખીલેશ સારસ્વત, જેનીતા રૂપાણી, તરૂણા ચંદનાની તથા સાયન્સ ફેકલ્ટની વિદ્યાર્થીની ગરીમા રાજપૂતે પોતાની સલામતીની વાત ઝી 24 કલાકને કરી હતી.

હાલ સ્કૂલ-કોલેજમાં જતી વિદ્યાર્થીનીઓ, નોકરીએ જતી મહિલાઓ તથા શાકભાજી લેવા નીકળતી મહિલાઓ ભારત દેશમાં પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે જો સરકાર કોઈ પગલા નથી ઉઠાવતી, તો પોતાની સુરક્ષા કરવા પોતે મક્કમ બની છે. વડોદરાની આ યુવતીઓ સમગ્ર દેશની યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More