ચેતન પટેલ/સુરત :રાજ્યમાં સૌપ્રથમવાર સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ (mucormycosis) થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તરત બાળકનું સિટીસ્કેન કરાયું હતું. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાલ તેને હાયર સેન્ટરમાં રિફર કરવાની તૈયારી ચાલી રહી છે. મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ
આ બાળકની સ્થિતિ નાજુક છે
સુરત સિવિલ હોસ્પિટલ (civil hospital) મા 3 વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં કોઈ ત્રણ વર્ષના બાળકને મ્યુકોરમાઈકોસિસ થયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. ગુરુવારે આ બાળકને ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. જેના બાદ તેનુ સિટીસ્કેન કરવામાં આવ્યુ હતું. આ ચેકિંગમાં બાળકને મ્યુકોરમાઈકોસિસ હોવાનું ખૂલ્યું હતું. જોકે, હાલ આ બાળકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ગરીબ ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા
મ્યુકોરમાઈકોસિસ અંગે સરકારે હાઈકોર્ટમાં સોગંધનામુ કર્યું
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોર માઇકોસિસ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યું છે. આ સોગંદનામામાં રાજ્યમાં કોરોનાના કેસ ધટ્યા હોવાથી નિયંત્રણોમાં છૂટછાટ આપી હોવાની રજૂઆત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે