તેજશ મોદી/સુરત : 14 મિલિયન ડોલરના ડાયમંડ મુંબઇના કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સિઝ કરાયા સુરતના હિરા ઉદ્યોગમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. આશરે 3 હજાર કરોડના હિરાને મુંબઇમાં કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી હીરા સેક્સન 110 મુજબ સિઝ કરવામાં આવ્યા છે.
કસ્ટમ વિભાગે હિરાના વેપારીઓ પાસે આ અંગે નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા દેશ-વિદેશમાં જાણીતી કંપનીઓ સાથે વેપાર કરતી 12 જેટલી કંપનીઓને પણ નોટીસ ફટકારી છે. મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા સિઝ કરવામાં આવેલા હિરાઓ 62837 કેરેટના હતા જે હીરા ચોપડે માત્ર 1854 દર્શાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મુંબઇ 15 દિવસ પહેલા એરપોર્ટ કાર્ગો કમીશ્નરે 03/2019 એસઆઇઆઇડી હેઠળ સેક્શન 110 મુજબ કસ્ટમ એક્ટ 1962 મુજબ કન્સાઇમેન્ટ સીઝ કરેલુ હતું. 23 જેટલા પાર્સલ ઇન્પોર્ટ કર્યા હતા. 62837 કેરેટ હિરા હતા જ્યારે કંપનીએ માત્ર 1854 કેરેટ દર્શાવ્યા હતા. જે કંપનીના હિરા સીઝ કરવામાં આવ્યા છે તે કંપની દ્વારા ડાયમંડનું કટીંગ અને પોલીશીંગનું કામ કરવામાં આવે છે.
આ કંપના માલિકો સુરત ખાતે બની રહેલા સુરત ડાયમંડ બુર્જમાં પણ મહત્વનો હોદ્દો ધરાવે છે. ડાયમંડ ઉદ્યોગમાં ચાલતી ચર્ચા મુજબ કંપનીના માલિકોને કસ્ટમ વિભાગ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, કોઇ પ્રકારની કૌભાંડ કરવામાં આવ્યું નથી. જે પણ રફ ડાયમંડ ઇન્પોર્ટ કરવામાં આવ્યા છે. તેના યોગ્ય કાગળો કંપની પાસે છે. પરંતુ કસ્ટમ વિભાગ કોઇના ઇશારે હેરાન કરતા હોવાનો ડાયમંડ ઉદ્યોગપતિઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે