Bharuch Loksabha Election : આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને આખરે લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે. થોડી ક્ષણો પહેલા AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાતથી કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું છે. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું લોકસભાનું સપનું તૂટ્યુ છે. કોંગ્રેસે અહેમદ પટેલની આ બેઠક આમ આદમી પાર્ટીને સોંપી છે. આ જાહેરાત થતા જ મુમતાઝ અને ફૈસલે પોતાના ફોન સ્વિચ ઓફ કર્યા છે. મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ કંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે હવે સવાલ એ છે કે, શું ફૈઝલ અને મુમતાઝ AAP ને સમર્થન કરશે?
આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભરૂચ અને ભાવનગર બેઠક પર AAPના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. ભરૂચથી ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભા લડશે. તો ભાવનગરથી ધારાસભ્ય ઉમેશ મકવાણા AAPના લોકસભા ઉમેદવાર રહેશે. આ બંને બેઠકો પર ગઠબંધન બાદ કોંગ્રેસના કોઈ ઉમેદવાર નહિ હોય. બીજી તરફ, સ્વ.અહેમદ પટેલના સંતાનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પાર્ટી પાસેથી આશા રાખીને બેસ્યા હતા કે તેમને ટિકિટ મળે. પરંતું હવે તે આશા ઠગારી નીવડી છે.
Deeply apologize to Our district cadre for not being able to secure the Bharuch Lok Sabha seat in alliance.I share your disappointment.Together, we will regroup to make @INCIndia stronger .We won’t let @ahmedpatel 45 years of Legacy go in vain. #bharuchkibeti
— Mumtaz Patel (@mumtazpatels) February 24, 2024
મુમતાઝે નારાજગી વ્યક્ત કરી
કોંગ્રેસ-AAP ગઠબંધન બાદ મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. મુમતાઝ પટેલે ટ્વીટ કરી નિરાશા વ્યક્ત કરી છે. મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું કે, ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક સુરક્ષિત ન કરી શકવા બદલ અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું નિરાશા શેર કરું છું. સાથે મળીને, અમે INC ઈન્ડિયાને વધુ મજબૂત બનાવવા માટે ફરીથી સંગઠિત થઈશું. અમે અહેમદપટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.
26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે, કાચું કપાયું તો બેઠક ગઈ સમજો
કોણ છે ઉમેશ મકવાણા?
ઈસુદાનની પ્રતિક્રીયા
ગઠબંધનની જાહેરાત પર આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચર્ચા ચાલતી હતી. ભાજપની વધતી તાનાશાહી સામે લોકશાહી બચાવવી જરૂરી છે. પાર્ટી અને વ્યક્તિથી ઉપર ઊઠી દેશ બચાવવો જરૂરી છે. આનાથી ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ઇન્ડિયા ગઠબંધનમાં ન રહેવા માટે નેતાઓને ધમકી અપાઈ રહી છે. આપે ગુજરાતમાં આઠ બેઠક માંગી હતી. દાહોદ, બારડોલી, જામનગર, છોટાઉદેપુરમાં આપના મૂળિયા મજબૂત છે. દેશને બચાવવા માટે લાગણીઓને બાજુમાં રાખી અમે કાર્યકરોને સમજાવ્યા. ૨૬ બેઠકમાં માંથી ૧/૩ મળવા પાત્ર હોવા છતાં બે બેઠક માટે સહમતી કરાઈ છે. બે બેઠક પર આપ ચુંટણી લડશે. તો કોંગ્રેસ ૨૪ બેઠકો પર ચૂંટણી લડશે. 24 બેઠકો પર આપનું યુનિટ કોંગ્રેસને મદદ કરશે. આ જાહેરાતથી ઈન્ડિયા ગઠબંધન તુટી શે તે ભ્રામક વાત પુરવાર થઈ છે.
ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે આ રાક્ષસી છોડ, ગાંધીનગરના કિસ્સાથી ચેતી જજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે