Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદમાંથી પકડાયો વધુ એક મુન્નાભાઇ MBBS, બોરસદના બોગસ તબીબ વિરૂદ્ધ કરાઈ કાયદેસરની કાર્યવાહી

રાજ્ય સરકાર દ્વારા તંત્ર અને પોલીસની આવા ડીગ્રી વિના મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકતા ઝોલાછાપ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે આણંદ જીલ્લો બોગસ તબીબોનો દર સાબીત થઇ રહ્યો છે.

આણંદમાંથી પકડાયો વધુ એક મુન્નાભાઇ MBBS, બોરસદના બોગસ તબીબ વિરૂદ્ધ કરાઈ કાયદેસરની કાર્યવાહી

જપ્તવ્ય/ આણંદ: કોરોના કાળમાં કોરોના સંક્રમણ સૌથી વધુ ફેલાવવા પાછળ રાજ્યના ઝોલાછાપ ડોકટરો જવાબદાર હોવાનું જણાતા રાજ્ય સરકાર દ્વારા તંત્ર અને પોલીસની આવા ડીગ્રી વિના મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકતા ઝોલાછાપ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે આણંદ જીલ્લો બોગસ તબીબોનો દર સાબીત થઇ રહ્યો છે.

fallbacks

એકબાદ એક બોગસ ડોક્ટરો પકડાવાનો સિલસીલો બંધ થવાનું નામ નથી લઇ રહ્યુ ત્યારે બોરસદ તાલુકાના કોઠીયાખાડ ગામે શ્રીજી ક્લીનીક ખોલી મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ તબીબને ભાદરણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો:- સત્તાના નશામાં મનમાની કરી નિર્ણયો લેનાર અધિકારને ફટકાર્યો 10 લાખનો દંડ, જાણો શું છે મામલો

મળતી વિગતો અનુસાર ભાદરણ પોલીસ મથકના પીએસઆઈ કે. એસ. ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કોઠીયાખાડ ગામે સુરેશભાઈ પરમાર નામનો શખ્સ કોઈપણ પ્રકારની મેડીકલ ડીગ્રી મેળવ્યા સિવાય શ્રીજી ક્લીનીક ખોલી મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો છે. જે બાતમીના આધારે ભાદરણ પોલીસે અલારસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. પાર્થ ખાનપરાને સાથે રાખીને કોઠીયાખાડ ગામે શ્રીજી ક્લીનીકમાં છાપો મારતા સુરેશભાઈ સધરસિંહ પરમાર કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો:- પ્રેમિકાએ કહ્યું હવે પછી મળવા આવીશ તો જીવતો નહી જવા દઉ, અને સાચે જ એવું કર્યું

પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલમાંથી જુદી જુદી હેલોપેથી દવાઓ, ઈન્જેકશન, ઈન્જેકશનની સીરીઝ, આઈવી સેટ અને મેડીકલ સાધનો સહિત ૭૩૨૨ રુા.નો મુદામાલ મળી આવ્યો હતો. મેડીકલ ઓફિસર પાર્થ ખાનપરાએ આ અંગે સુરેશભાઈની પુછપરછ કરતા તેઓ પાસે કોઈપણ પ્રકારની મેડીકલ ડીગ્રી કે ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર નહી હોવાનું તેમજ તે ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટીસ કરતો હોવાની કબુલાત કરતા પોલીસે સુરેશભાઈ સધરસિંહ પરમાર રહે. નાની શેરડી મોટું ફળિયું વિરુદ્ધ ભાદરણ પોલીસ મથકે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30 અને 35 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More