Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં હત્યાના બનાવે સૌને ચોંકાવ્યા, પોલીસને લેવી પડી ડોગ સ્કોર્ડ અને FSL ની મદદ

મૃતકનું નામ સુરેશ રાજેન્દ્ર ભુઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવક પોતે મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે

રાજકોટમાં હત્યાના બનાવે સૌને ચોંકાવ્યા, પોલીસને લેવી પડી ડોગ સ્કોર્ડ અને FSL ની મદદ

ગૌરવ દવે, રાજકોટ: રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિપાર્ક નજીક ગીતા ઇન્ડસ્ટ્રીઝમાં ઓરડી નજીક પરપ્રાંતીય યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્કોર્ડ તેમજ FSL ની મદદ લઇ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

પોલીસના જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે શહેરના કોઠારીયા મેઈન રોડ સ્વાતિપાર્ક નજીક આવેલી ગીતા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની ઓરડી પાસે પરપ્રાંતીય યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ 108 દોડી ગઈ હતી. આજીડેમ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનને મોઢા પર તેમજ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો:- રાજ્યમાં લમ્પી બાદ વધુ એક ગંભીર બીમારી ઉચક્યું માથુ, ગાયો બાદ હવે ઘેંટામાં ફેલાયો રોગ

મૃતકનું નામ સુરેશ રાજેન્દ્ર ભુઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવક પોતે મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સુરેશ જે ઓરડીમાં રહેતો ત્યાં તેની સાથે તેનો મિત્ર પ્રશાંત પણ રહેતા હતા. પ્રશાંતે અને સુરેશ વચ્ચે ઝઘડો થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કરનાર પ્રશાંતને અન્ય રૂમ પાર્ટનરે પકડી રૂમમાં પુરી દીધો હતો. પરંતુ સ્યુસાઇડ કરી લેવાની ધમકી આપતા રૂમનો દરવાજો ખોલતા જ ભાગી ગયો હતો.

આ પણ વાંચો:- રાહુલ ગાંધીને કોઈક સમજાવો લોટ લીટરમાં ના મળે, તો કેજરીવાલને લઇ મંત્રીએ કહ્યું...

આજીડેમ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાથે જ પોલીસે મૃતકના ભાઈ મહેન્દ્ર અને ભરતસિંહનું નિવેદન લેવા તજવીજ શરું કરી છે. તેમજ બનાવ સ્થળેથી પત્થર અને બે હથિયાર પણ મળી આવ્યા છે જે કબ્જે કરી એફએસએલમાં મોકલવામાં આવશે અને ફરાર થયેલા મૃતકના રુમમાં સાથે રહેતા પ્રશાંતને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More