Home> Gujarat
Advertisement
Prev
Next

Botad: ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની કરપીણ હત્યાથી ખળભળાટ; જાણો કેવી હાલતમાં મળ્યો મૃતદેહ?

ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની હત્યા થઈ જતા ખળભળાટ મચ્યો છે. સોહલા ગામે આવેલા ચૈતન્ય હનુમાન આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસની હત્યા કરેલી લાશ મળી આવી છે.

 Botad: ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની કરપીણ હત્યાથી ખળભળાટ; જાણો કેવી હાલતમાં મળ્યો મૃતદેહ?

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડાના સોહલા ગામમાં મહંતની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. સોહલા ગામે આવેલા ચૈતન્ય હનુમાન આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસ છેલ્લા 5 દિવસથી ગુમ હતા. ત્યારે, મહંતના પરિવાર દ્વારા તેમના ગુમ થયાની જાણ ઢસા પોલીસ મથકે કરાઈ હતી. આજે આશ્રમના કુવામાંથી મહંત રામદાસનો મૃતદેહ મળી આવ્યો છે. જે હત્યા કરાયેલી હાલતમાં છે. જેના પગલે મહંતના મૃતદેહ પીએમ અર્થે ગઢડા પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. સાથે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

fallbacks

ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની હત્યા થઈ જતા ખળભળાટ મચ્યો છે. સોહલા ગામે આવેલા ચૈતન્ય હનુમાન આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસની હત્યા કરેલી લાશ મળી આવી છે. આશ્રમના કુવામાંથી લાશ મળી આવી છે. જાણવા મળી રહ્યું છે કે મહંત રામદાસ ગુરુ મોહનદાસ છેલ્લા પાંચ દિવસથી ગુમ હતા. ત્યારે મહંતના પરિવારજનો દ્વારા ઢસા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ત્રણ દિવસ કહેર મચાવશે વરસાદ; આગામી સમયમાં કેવી કૃદરતી આફતો આવશે?

હાલ મહંતની લાશ આશ્રમના કૂવામાંથી મળી આવી છે. ત્યારબાદ પોલીસે મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More