Home> Gujarat
Advertisement
Prev
Next

મેઘાણીનગરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપ્યાં

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉ ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની કરવામાં આવેલી હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. જોકે આજે મૃતકની અંતિમયાત્રા દરમ્યાન પરિવારજનોએ આરોપીઓના ઘર પાસે તોડફોડ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

મેઘાણીનગરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપ્યાં

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉ ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની કરવામાં આવેલી હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. જોકે આજે મૃતકની અંતિમયાત્રા દરમ્યાન પરિવારજનોએ આરોપીઓના ઘર પાસે તોડફોડ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

fallbacks

ગુજરાત: અમદાવાદનાં કોરોનાનાં કેસમાં ઘટાડો, સુરત બની રહ્યું છે નવું હોટસ્પોટ

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી બે વ્યક્તિ પલાયન થઇ ગયા હતા . જો કે, મેઘાણીનગર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને  ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક જીગ્નેશ ઉર્ફે લાલો પટણી શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતો પણ  મેઘાણીનગરની પતરાવાળી ચાલીમા આવતો જતો હતો. આ દરમિયાન ઔડાના મકાનમા રહેતા સુરેશ પટણી તથા તેનો ભાઇ મહેશ પટણી સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેથી સમાધાન માટે જીગ્નેશ ઉર્ફે લાલને વાતચીત કરવા ઔડાના મકાન ખાતે બોલાવ્યો હતો, ત્યારબાદ બંન્ને ભાઇઓ સમાધાન કરવાની જગ્યાએ જીગ્નેશને ગાળો બોલી ગડદા પાટુનો માર મારી ઝપાઝપી કરી કરી હતી. આ સમયે મહેશ તેની પાસેનુ તીક્ષ્ણ હથિયાર કાઢી જીગ્નેશ ઉર્ફે લાલાના થાપાના ભાગે તથા પગો ઉપર મારી ઇજા કરી હતી. જ્યારે  સુરેશે તેની પાસેની તલવાર વડે જીગ્નેશના માથાના ભાગે મારી ઇજા થતા ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. જોકે બન્ને ભાઈઓ હત્યા કર્યા બાદ બન્ને ભાઇઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. આ મામલો પોલીસના ધ્યાને આવતા ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે તાત્કાલીક આરોપીઓને ઝડપી લીધા. 

વિચિત્ર: અમરેલીમાં માસ્ક અને જાહેરનામાના ભંગની કાર્યવાહીથી ત્રસ્ત વેપારીઓએ બજારો બંધ રાખી

આરોપી મહેશ પટણી અને સુરેશ પટણીની પોલીસે પૂછપરછ કરતાં એવો પણ સામે આવ્યું કે, અગાઉ જીગ્નેશ ઉર્ફે લાલા એ મહેશભાઈ હુમલો કરતાં ફરિયાદ નોંધાઇ હતી. અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો. જોકે ગુરુવારે જીગ્નેશની અંતિમ યાત્રા નીકળતા ઉશ્કેરાયેલા પરિવારજનોએ પથ્થર મારો કર્યો. જેથી આ મામલે મેઘાણીનગર પોલીસે અલગથી ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે. સામાન્ય તકરાર અને અંગત અદાવત એક યુવાનની હત્યા પાછળ કારણભૂત બની છે, ત્યારે આરોપી બંને ભાઈઓની પોલીસે ધરપકડ તો કરી પરંતુ તમામ પાસા તપાસી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More