Home> Gujarat
Advertisement
Prev
Next

ધર્મ પરિવર્તન કરાવવા સગીરાનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ

વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ધર્મ પરિવર્તન કરાવવા સગીરાનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ

તૃષાર પટેલ, વડોદરા: વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે માંજલુપર પોલીસે યુવકને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.

fallbacks

વધુમાં વાંચો:- પાલનપુરમાં અસ્થિર મગજની મહિલાને પ્રેગ્નેટ કરી તેના બાળકો વેચી દેવાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારની ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીનીને વિધર્મી યુવક સાથે મિત્રતા બંધાઇ હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી, તો બીજીબાજુ સોશિયલ મીડિયાના માધ્યમ પર બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો.

વધુમાં વાંચો:- મેઘરાજાની મહેર: 24 કલાકમાં દ.ગુજરાત પહોંચશે મેઘસવારી, રાજ્યમાં વરસાદની આગાહી

જ્યારે વિધર્મી યુવક વિદ્યાર્થીની ધર્મ પરિવર્તન કરાવવા સતત તેનું બ્રેઇન વોશ કરતો હતો. તો યુવકે લગ્ની લાલચ આપી વિદ્યાર્થીનીને અલગ અલગ જગ્યાએ બોલાવી તેનું શારીરિક શોષણ કરી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ યુવકે સગીર વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો.

વધુમાં વાંચો:- સુરત: ખિસ્સામાં મુકેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, આધેડે જાહેરમાં પેન્ટ ઉતાર્યું

વાંરવાર ધર્મ પરિવર્તન કરવા અને શારીરિક શોષણના ત્રાસથી કંટાળી સગીરાએ માંજલુપર પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે માંજલપુર પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વિધર્મી યુવક છેડતીના ગુનામાં ઝડપાયો હતો.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More