Ahmedabad News : ગુજરાતની પ્રખ્યાત દવા કંપની કેડિલા ફાર્માસ્યુટિકલમાં મોટી દુર્ઘટના બની છે. ધોળકા પાસે આવેલી કેડિલા કંપનીમાં વોશરૂમમાં ચાર કર્મચારીઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેમાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે. તો અન્ય ત્રણ કર્મચારીઓ સારવાર હેઠળ છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ માહિતી હજી સામે આવી નથી.
ભેદી વાસને કારણે થયું મોત?
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારના રોજ આ ઘટના બની હતી. જેમાં ધોળકાના ત્રાસદમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના વોશરૂમમાં ચાર કર્મચારીઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન વર્ષાબેન રાજપૂત નામની મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે. તો અન્ય ત્રણ કર્મચારીઓ હજી પણ સારવાર હેઠળ છે. જોકે, અસરગ્રસ્ત બે મહિલાઓ અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં એક્ટિવ, શોધી કાઢ્યા પક્ષના બે ગદ્દારોના નામ
કેડિલા કંપનીમાં રહસ્યમયી ઘટના કેવી રીતે બની
આ ઘટના કેવી રીતે બની તેની હજી કોઈ માહિતી કે સ્પષ્ટતા સામે આવી નથી. હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના જવાબદાર સત્તાધીશો અને લોકોના ટોળાં એકઠાં થયા હતા.
એક કર્મચારીએ જણાવી અંદરની વાત
ધોળકાના ત્રાસદની કેડિલા કંપનીમાં નોકરી કરતા એક યુવકે ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, 'એક મેડમ વોશ રૂમમાં ગયા હતા ત્યાં તેઓ પડી ગયા હતા. જેમને બાચાવવા માટે અન્ય લોકો ગયા હતા. પરંતુ અંદરથી દુર્ગધ આવતી હતી. જેના કારણે અન્ય લોકો પણ બેફાન થઈ ગયા હતા ત્યારબાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ બાદ ખરી માહિતી સામે આવશે
મૃતક મહિલા કર્મચારીના મૃતદેહને પોસ્ટમોરટર્મ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જેમાં પેનલ ડોક્ટર દ્વારા તેમનું પોસ્ટમોટર્મ કરવામાં આવશે તેમજ FSLની પણ મદદ લેવામાં આવશે. જોકે, વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.
વડોદરાના રક્ષિતકાંડમાં ‘અનધર રાઉન્ડ’ નું રહસ્ય ખૂલ્યું, પણ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે