Panchmahal News : ગુજરાતના છેવાડાના પંચમહાલ જિલ્લામાં એક ભેદી વાયરસે ભરડો લીધો છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકો ભેદી વાયરસની ઝપેટમાં આવીને મોતને ભેટ્યા છે.
પંચમહાલના ગોધરા, હાલોલ અને શહેરામાં ભેદી વાયરસથી ચાર બાળકોના મોતથી પ્રશાસન થયું દોડતું થયું હતું. જિલ્લાના ત્રણ તાલુકાના ચાર બાળકોને તાવ અને ખેંચ આવતા તાત્કાલિક વડોદરા દાખલ કરાયા હતા જેમાંથી ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે હજુ એક બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ત્રણ બાળકોના વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. તમામ બાળકોના મોત જુન મહિનામાં થયા છે, એક બાળક હાલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જોકે, પહેલા તંત્રને ચાંદીપુરમ વાયરસ ફેલાયાનો ડર હતો. પંરતુ ત્રણેય બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ચોથા બાળકનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.
તાનાશાહી નહિ ચાલે, રાજકીય ઈશારે ધરપકડ થઈ : પીટી જાડેજાની ધરપકડ પર બોલ્યા પદ્મિનીબા
આમ, ભેદી વાયરસને કારણે ત્રણ બાળકોના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. એક સાથે ICMR ની ટીમો સર્વે માટે ગ્રામ્ય વિસ્તારમાં ઉતરી આવી છે. શંકાસ્પદ વાયરસના ભરડામાં વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે. શંકાસ્પદ સ્થળોએથી સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે તેવું આરોગ્ય અધિકારી ડો. બીકે પટેલે જણાવ્યું.
જે મોત થયા છે ગોધરા તાલુકાના ખજુરી શહેરા તાલુકાના ડોકવા અને હાલોલ તાલુકાના જાંબુડી ગામના બાળકો છે. ગોધરા તાલુકાના કરસાણા ગામના બાળકની હાલ વડોદરા એસએસસી ખાતે સારવાર ચાલી રહી છે. તેથી સૌથી પહેલા ગોધરા તાલુકાના મોર ડુંગરા વિસ્તારમાં 42 જેટલા કાચા મકાનોમાંથી માખીઓના નમૂના લેવામાં આવ્યા છે.
બાળકોના શંકાસ્પદ મોતનું સાચું કારણ જાણવા માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV)ની નિષ્ણાત ટીમ પંચમહાલ આવી પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાયરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરશે. આ ટીમો સેમ્પલો લઈને તપાસ કરી રહી છે. પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે વરસાદ બાદ ચાંદીપુરમ વાયરસથી 7 જેટલા બાળકોના મોત થયા હતા.
રાજકોટથી મોટા સમાચાર : ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસામાં ધકેલાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે