Home> Gujarat
Advertisement
Prev
Next

ચકચારી રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં રહસ્ય પરથી ઉઠ્યો પરદો, મિસ્ટ્રી ગર્લ નિકિતા અંગે થયો મોટો ખુલાસો

14 માર્ચની રાત્રે રફ્તારના રાક્ષસ રક્ષિત ચોરસિયાએ અકસ્માત સર્જીને 7 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, જ્યારે એક મહિલાને મોતના ઘાટ ઉતારી હતી. અકસ્માત સર્જ્યા બાદ રક્ષિતે અનધર રાઉન્ડ અને નિકિતાના નામની બુમો પાડી હતી. લોકો અને પોલીસ પણ મુંઝવણમાં હતી કે રક્ષિતે અનધર રાઉન્ડની બુમો કેમ પાડી અને આ મિસ્ટ્રી ગર્લ નિકિતા કોણ છે. ત્યારે હવે આ બન્ને સવાલોના રહસ્ય પરથી પરદો ઉંચકાઈ ગયો છે.

ચકચારી રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં રહસ્ય પરથી ઉઠ્યો પરદો, મિસ્ટ્રી ગર્લ નિકિતા અંગે થયો મોટો ખુલાસો

રવિ અગ્રવાલ, વડોદરાઃ રફ્તારનો રાક્ષસ એવો રક્ષિત ચોરસિયા તમને યાદ જ હશે. જેણે વડોદરાના રસ્તા પર ભયાનક અકસ્માત સર્જીને અનેક લોકોને મોતની ટક્કર મારી હતી. બગડેલો અને નરાધમ નબીરો એવા રક્ષિતે અકસ્માત સર્જ્યા બાદ અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ અને નિકિતાના નામની બુમો પાડી હતી. ત્યારે અકસ્માતની ઘટના બાદ લોકોના મનમાં અમુક સવાલો હતા.

fallbacks

કોણ છે મિસ્ટ્રી ગર્લ નિકિતા? અનધર રાઉન્ડ પાછળનું શું છે રાઝ?  ઓમ નમઃ શિવાયની કેમ પાડી બુમો? આ એ તમામ સવાલો હતા, જે અકસ્માતની ઘટના બાદ લોકોના મનમાં ઉભા થયા હતા. ત્યારે હવે પોલીસની તપાસમાં આ તમામ સવાલો પરથી પરદો ઉંચકાઈ ગયો છે. 

અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગની ડરામણી આગાહી;આકાશમાંથી વરસશે અગ્નિ

ત્રણેય મિત્રોએ અકસ્માત પહેલાં ગાંજાનું સેવન કર્યુ હતું
વડોદરાના ચકચારી રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં પોલીસે સૌથી પહેલા રક્ષિત ચોરસિયાને દબોચી લીધો હતો. જે બાદ હવે પોલીસે રક્ષિતના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડને પણ પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ત્રણેય મિત્રોએ અકસ્માત પહેલાં સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યુ હતું. ગાંજો લીધા બાદ જ આ અકસ્માત સર્જ્યો હતો.

આ કેસમાં પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરીને પુછપરછ કરતાં આરોપી પ્રાંશુ ચૌહાણ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. પ્રાંશુએ જ અનધર રાઉન્ડ અને નીકિતાની બુમોના રહસ્યને ખુલ્લું પાડ્યું છે. 

પેટ્રોલ-ડીઝલ બાદ LPG ગેસ સિલિન્ડર થયા મોંઘા,સરકારે કિંમતમાં 50 રૂપિયાનો કર્યો વધારો

પ્રાંશુ ચૌહાણે કર્યો હતો ખુલાસો 
ત્રણેય મિત્રોએ અકસ્માત પહેલાં ગાંજો પીધો હતો. રક્ષિતને બીજી વખત પણ ગાંજો પીવો હતો. બીજીવાર ગાંજો પીવા અનધર રાઉન્ડની બુમો પાડતો હતો. ગાંજો પીતા સમયે રક્ષિતે આઈ લાઈક નીકિતા કહ્યુ હતું. રક્ષિત નીકિતા નામની યુવતીને એક તરફી પ્રેમ કરે છે. રક્ષિત એનર્જી ભેગી કરવા ઓમ નમઃ શિવાયની બુમો પાડતો હતો.

દુબઈમાં ભારત કરતા સસ્તું સોનું, ટેક્સ આપ્યા વગર આ રીતે લાવો સાથે; પરંતુ આ ભૂલ ન કરો

ભયંકર અકસ્માત સર્જ્યા બાદ રફ્તારના રાક્ષસ એવા રક્ષિતે અનધર રાઉન્ડની બુમો પાડી હતી, સાથે જ નીકિતાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે રક્ષિતે કરેલી આ હરકતથી પોલીસ પણ ચકરાવે ચડી હતી કે આરોપી આવું કેમ બોલી રહ્યો હતો. પરંતું પોલીસના હાથે ચડેલા પ્રાંશુ ચૌહાણે આ તમામ રહસ્ય પરથી પરદો ઉંચકી નાંખ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More