Home> Gujarat
Advertisement
Prev
Next

Nandod Vidhan Sabha Chutani Result 2022 : નાંદોદ બેઠક પર ભાજપની જીત, જાણો શું છે રાજકીય માહોલ?

Nandod Vidhan Sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે તે જોવાનું રહેશે

Nandod Vidhan Sabha Chutani Result 2022 : નાંદોદ બેઠક પર ભાજપની જીત, જાણો શું છે રાજકીય માહોલ?

Nandod Vidhan Sabha Chutani Result 2022 : નાંદોદ વિધાનસભા બેઠક નર્મદા જિલ્લાનો ભાગ છે. આ બેઠક પર અંદાજિત 1,19,480 પુરૂષ મતદારો છે. જ્યારે 1,15,574 મહિલા મતદારો છે. કુલ 2,35,056 મતદારો છે. આ બેઠક પર બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા 32 હજાર જેટલી છે. નર્મદાની નાંદોદ બેઠક પર આદિવાસી અને અનુસૂચિત જાતિના મતદારોનો ઝોંક હાર-જીત નક્કી કરે છે. અહીં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર 1 બેઠક મળતા અહીં કોંગ્રેસ જોશમાં છે. 

fallbacks

નર્મદા જિલ્લો
 નાંદોદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત થઈ છે. નાંદોદ સીટ પર દર્શન ચંદુભાઈ દેશમુખ(વસાવા)નો વિજય થયો છે. તેઓને 28202 મત મળ્યા છે.
બેઠક : નાંદોદ
રાઉન્ડ : 13
પક્ષ : બીજેપી આગળ  
મત :25299 મત થી આગળ

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે દર્શના વસાવાને ટિકિટ આપી . જ્યારે કૉંગ્રેસે હરેશ વસાવાને ટિકિટ આપી. તો આમ આદમી પાર્ટીએ પ્રફુલ વસાવાને ટિકિટ આપી. 

2017ની ચૂંટણી
નાંદોદના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર પ્રેમસિંહ વસાવાને 81,849 મત મળ્યા હતા. જ્યારે ભાજપથી શબ્દશરણ તડવીને 75,520 મત મળ્યા હતા. શબ્દશરણ તડવી 6,329 મતોથી હાર્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવીને 79,580 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાને 63,853 મત મળ્યા હતા. હરેશ વસાવા 15,727 મતથી હાર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More