Jamnagar Vantara : ગુજરાતના જામનગરમાં આવેલું વનતારાએ 2000થી પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ જોખમમાં મુકાયેલા અને બચાવવામાં આવેલા પ્રાણીઓનું ઘર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પુનઃવસવાટ કરાયેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ વનતારા સ્થિત વન્યજીવ હોસ્પિટલનો પ્રવાસ કર્યો અને પશુ ચિકિત્સા સુવિધાની માહિતી મેળવી હતી. આ હોસ્પિટલમાં વન્યજીવ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા અને આંતરિક ચિકિત્સા સહિત ઘણા વિભાગો છે.
મોદીએ વિવિધ પ્રાણીઓ-પક્ષીઓ સાથે સમય ગાળ્યો
પ્રધાનમંત્રીએ વનતારાની મુલાકાત દરમિયાન વિવિધ પ્રાણીઓ-પક્ષીઓ સાથે સમય પસાર કર્યો અને તેમને ભોજન કરાવ્યું હતું, જેમાં એશિયાટીક સિંહના બચ્ચા, એક સફેદ સિંહનું બાળક, એક ક્લાઉડેડ ચિત્તાનું બચ્ચું (એક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિ) અને એક કારાકલનું બચ્ચું વગેરે સામેલ હતા. પ્રધાનમંત્રી મોદીએ જે સફેદ સિંહના બાળકને ભોજન કરાવ્યું તેનો જન્મ આ કેન્દ્રમાં થયો હતો. જ્યાં તેની માતાને દેખરેખ માટે વનતારામાં લાવવામાં આવી હતી.
Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in… pic.twitter.com/XV5j8mELaz
— IANS (@ians_india) March 4, 2025
કારાકલ, જે એક સમયે ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતું હતું, તે હવે એક દુર્લભ બની રહ્યું છે. વનતારામાં કારાકલ્સને તેમના સંરક્ષણ માટે કેદમાં સંવર્ધન કાર્યક્રમ હેઠળ ઉછેરવામાં આવે છે અને પછીથી જંગલમાં છોડવામાં આવે છે.
એશિયાટીક સિંહનો એમઆરઆઈ જોયો
પ્રધાનમંત્રીએ હોસ્પિટલમાં એમઆરઆઈ વિભાગની મુલાકાત લીધી જ્યાં એશિયાટીક સિંહનો એમઆરઆઈ જોયો હતો. તેમણે ઓપરેશન થિએટરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં એક ચિત્તાની જીવન રક્ષક સર્જરી કરવામાં આવી રહી હતી. આ ચિત્તો રાજમાર્ગ પર કાર સાથે ટકરાવાને કારણે ઈજાગ્રસ્ત થયો અને તેને અહીં લાવવામાં આવ્યો હતો. કેન્દ્રમાં બચાવવામાં આવેલા જાનવરોને તેના પ્રાકૃતિક આવાસ સમાન સ્થાનો પર રાખવામાં આવે છે. કેન્દ્રમાં કરવામાં આવેલા કેટલાક મુખ્ય સંરક્ષણ કાર્યક્રમોમાં એશિયાટીક સિંહ, હિમ ચિત્તા અને એક શિંગડાવાળા ગેંડા વગેરે સામેલ છે. પીએમ મોદીએ અહીં ઘણા ખૂંખાર જાનવરો સાથે નજીકથી વાતચીત કરી હતી. તેઓ ગોલ્ડન ટાઈગર, ચાર સ્નો ટાઈગર્સ (જે ભાઈઓને સર્કસમાંથી બચાવી લેવામાં આવ્યા હતા જ્યાં તેમને યુક્તિઓ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી), એક સફેદ સિંહ અને એક સ્નો ચિત્તો સામે બેસે છે.
ખુલ્લા વાતાવરણમાં ચિમ્પાન્ઝીને મળ્યા
પીએમ મોદીએ ઓકાપી સાથે રમત કરી, ખુલ્લા વાતાવરણમાં ચિમ્પાન્ઝીને મળ્યા (જ્યાં તેઓને પાળતુ પ્રાણી તરીકે રાખવામાં આવ્યા હતા તે સુવિધામાંથી બચાવ્યા), ગળે લગાવ્યા અને ઓરંગુટાન્સ સાથે પ્રેમથી રમ્યા જેઓ પહેલા ભીડભાડવાળી સુવિધામાં રાખવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પાણીની અંદર એક હિપ્પોપોટેમસ અને મગરને નજીકથી જોયા અને ઝેબ્રાની વચ્ચે ચાલ્યા હતા. પીએમ મોદીએ એક ગેંડાના બાળકને ભોજન કરાવ્યુ હતું. એક શિંગડાવાળા ગેંડાનું બચ્ચું સુવિધામાં પોતાના માતાના મૃત્યુ બાદ અનાથ થઈ ગયું હતું. પીએમ મોદી અહીં સિંહ અને દીપડાના પાંજરા પાસે જઈને બેઠા હતા. અહીં તેઓએ ચા પીધી હતી જો કે, ગ્લાસની બીજી બાજુ સિંહો હતા. બાદમાં પીએમ મોદીએ ધીરુભાઈ અંબાણી રિસર્ચ લેબનું પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમએ અહીં ગેંડાઓ અને જિરાફને ફળ ખવડાવ્યા હતા..
પીએમ મોદીએ એક મોટો અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો, એક તાપીર, ચિત્તાનું બચ્ચું (ખેતીના ખેતરમાં છોડી દીધા અને પછીથી ગ્રામજનોએ જોયા અને બચાવ્યા) એક જાયન્ટ ઓટર, બોંગો (કાળિયાર) અને સીલને પણ નજીકથી જોયા હતા. હાઇડ્રોથેરાપી પૂલ સંધિવા અને પગની સમસ્યાઓથી પીડાતા હાથીઓના પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે, તેમની ગતિશીલતામાં સુધારો કરે છે.
હાથીની હોસ્પિટલની વિઝિટ કરી
પીએમ મોદીએ અહીં હાથીઓની હોસ્પિટલ, જે વિશ્વમાં આ પ્રકારની એક મોટી હોસ્પિટલ છે ત્યાં કઈ રીતે કામ થાય છે તે નજીકથી જોયું હતું. પીએમ મોદીએ કેન્દ્રમાં બચાવેલા પોપટને મુક્ત કર્યા હતા. પીએમ મોદીએ વનતારામાં ડોક્ટર, મેડિકલ સ્ટાફ અને વિવિધ ફેસિલિટીમાં કામ કરતા અન્ય લોકો સાથે ચર્ચા કરી હતી.વડાપ્રધાને વનતારાની મુલાકાત દરમિયાન પણ વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં તેઓએ પ્રાણીઓની કરવામાં આવતી વિશિષ્ટ સારવારની પણ જાત માહિતી મેળવી હતી, સમગ્ર વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન વનતારામાં થતી પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને તેમની દેખરેખથી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે