ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. નરેશ પટેલને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી અને તેઓ કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને કોકડું હજું ગૂંચવાયેલું છે. તેમ છતાં ચર્ચાઓ ચાલી રહી છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો તખ્તો દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને સવારે સમાચાર મળ્યા હતા કે તેઓ દિલ્હી દરબારમાં પહોંચશે, પરંતુ અચાનક તેમણો કાર્યક્રમ કેન્સલ થયો હતો.
ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે ફરી દિલ્લીના પ્રવાસે જવાના હતા અને રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્લી પ્રવાસ પર સૌની નજર મંડરાયેલી હતી. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો નરેશ પટેલના દિલ્લી પ્રવાસમાં અનેક તર્ક-વિતર્ક જોઈ રહ્યા હતા. એટલું જ નહીં નરેશ પટેલ દિલ્લીમાં કોની-કોની સાથે મુલાકાત કરવાના હતા તે અંગે પણ જુદી જુદી અટકળો ચાલી રહી હતી.
ડાયરામાં નોટોનો વરસાદ જોયો હશે પરંતુ અહીં તો ઢગલા થયા! મધ્યરાત્રીએ ફરી કીર્તિદાને રમઝટ બોલાવી
નરેશ પટેલ આજે સવારે 9 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ અચાનક કાર્યક્રમ કેન્સલ કર્યો છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે.
ગુજરાતમાં આખરે ક્યારે મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત? હવામાન વિભાગે જાહેર કરી ઠંડક આપે તેવી આગાહી
તમને જણાવી દઈએ કે 10 મેના રોજ નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં તેની જાહેરાત કરવાની વાત કરી હતી. હવે મોટી જાહેરાત પહેલાની દિલ્લી મુલાકાત પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ દિલ્હી દરબારમાં પહોંચીને નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે