Home> Gujarat
Advertisement
Prev
Next

નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર માત્ર 10 મતથી હાર્યા, આઘાતમાં પત્નીને આવ્યા ચક્કર, પછી તો જે થયું..

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના સરપંચ ઉમેદવાર વાસુ વસાવાના પત્નીની એકાએક તબિયત લથડી હતી. પોતાના પતિની સરપંચ પદેથી હાર થતાં પત્નીની અ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર માત્ર 10 મતથી હાર્યા, આઘાતમાં પત્નીને આવ્યા ચક્કર, પછી તો જે થયું..

જયેશ દોશી/નર્મદા: રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર રહેશે. બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ક્યાંય રસપ્રદ કિસ્સા તો ક્યાંક ખુશી ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામે બન્યો છે. 

fallbacks

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના સરપંચ ઉમેદવાર વાસુ વસાવાના પત્નીની એકાએક તબિયત લથડી હતી. પોતાના પતિની સરપંચ પદેથી હાર થતાં પત્નીની અ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વાસુ વસાવા આજે મંગળવારે થયેલી મત ગણતરીમાં 10 મતથી હારી ગયા હતા.

યુવરાજસિંહના એકાએક સૂર બદલાયા, કહ્યું- AAPના નેતાઓને કમલમમાં વિરોધ ના કરાય...

નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 03 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકો વિજેતા ઉમેદવારોનો ફૂલહાર કરી સન્માન કરી રહ્યા છે અને ડીજેના તાલે નાચગાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની નરખડી, ચિત્રાવાડી, સોઢાળીયા, અનિજરા હેલંબી, નવપરા નિકોલી, ગોપાલપુરા સાથે 12થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેને પગલે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More