Home> Gujarat
Advertisement
Prev
Next

કલમના બદલે કોણે આ ભૂલકાઓના હાથમાં પકડાવ્યું ઝાડુ... મોડલ સ્કૂલના ધજ્જિયા ઉડાવતા પુરાવા

છોટાઉદેપુરની મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કામ કરતા જોવા મળ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે હોલમાં સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. કામ કરવાને લઈ આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. 

કલમના બદલે કોણે આ ભૂલકાઓના હાથમાં પકડાવ્યું ઝાડુ... મોડલ સ્કૂલના ધજ્જિયા ઉડાવતા પુરાવા

જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુરની મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કામ કરતા જોવા મળ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે હોલમાં સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. કામ કરવાને લઈ આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. 

fallbacks

છોટાઉદેપુરના નસવાડી લિંડા ટેકરા મોડેલ સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના કામ કરતા વીડિયો વાયરલ થયા છે. હાથમાં સાવરણા સાથે હોલમાં વિદ્યાર્થીઓની સફાઈ કરતી દેખાઈ રહી છે. બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. ત્યારે આ વીડિયોએ અનેક સવાલો ઉભા થયા છે. સંકુલમાં ત્રણ ગર્લ્સ રેસિડેન્શિયલ અને એક મોડેલ સ્કૂલ આવેલી છે. જેમાં 1200 જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ અહીં રહીને અભ્યાસ કરે છે. પગાર વધારાની માંગ સાથે સ્કૂલમાં કામ કરતા વર્ગ-4 ના 22 સફાઈ કામદાર, સિક્યુરિટી, અને પટાવાળા હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના માથા પર સ્કૂલે આ જવાબદારી નાંખી દીધી છે. આમ, છાત્રાઓની સુરક્ષા સામે જોખમ પણ ઉભુ થયું છે. આ સંકુલ ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે. 

આમ, કામ કરવાને લઈ અદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. ત્યારે સવાલો એ થાય છે કે, શું આવી રીતે ભણશે ગુજરાત. છોટાઉદેપુરની મોડેલ શાળાનું આ તે કેવું મોડેલ. શું આવી રીતે સ્કૂલના બાળકોને પુસ્તકો છોડીને ઝાડુ પકડવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More