ઝી મીડિયા/બ્યૂરો :ઝી 24 કલાક કુપોષણને લઈને મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં નવી પેઢી કુપોષણના અવસ્થામાં ઉછરી રહી છે તેવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગુજરાતમાં દરેક 10માંથી 4 બાળકો કુપોષિત છે અને એમનું વજન ઉંમર પ્રમાણે નથી. તેમજ ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં દરેક 10માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ છે. આ ચોંકાવનારો ખુલાસો ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં થયો છે. વર્ષ 2019-20ના આ સરવેમાં કુપોષણને લગતી આવી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે અનેક સવાલો પેદા કરે છે કે, શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે? પાછલાં 5 વર્ષની સરખામણીએ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યું કેમ નથી?
વર્ષોની મહેનત પછી પણ ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ઉકેલવામાં કોઈ જ સફળતા મળી નથી. આ અમે નહીં, ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા બોલી રહ્યા છે. બાળકોનું પોષણ કોઈના ખિસ્સામાં અને પેટમાં જઈ રહ્યું છે કે બીજું કોઈ કારણ કુપોષણના મુદ્દા સાથે જોડાયેલું છે. ગુજરાત માટે ચિંતાની આ ખબરનું વિશ્લેષણ કરીએ એ પહેલાં જાણી લઈએ કે, નેશનલ ફેમિલી હેલ્થ સરવે ગત વર્ષે 23 જૂનથી 30 નવેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે સાથે સેન્ટર ફોર ઓપરેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ સંસ્થા અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશન પણ જોડાયું હતું. આ સરવેમાં ગુજરાતના તમામે તમામ જિલ્લા આવરી લેવામાં આવ્યા હતા અને 29 હજાર 368 ઘર સુધી જઈને આંકડા મેળવવામાં આવ્યા છે. સરવેમાં 33 હજાર 343 મહિલાઓ અને 5,351 પુરુષોને સામેલ કરવામાં આવ્યાં હતા અને સંપૂર્ણ વિશ્વસનીય આંકડા સાથે ભારત સરકારે આ સરવે પબ્લિશ કરાયો છે. તો કુપોષણના મામલે ગુજરાત કેમ ઠેરનું ઠેર છે. શું આ કાળી ટીલી ફરી એકવાર સરકારના કપાળે લાગી છે. તથ્યો સાથે સમગ્ર મુદ્દાને સમજીશું.
ગુજરાતમાં ઉંમર પ્રમાણે લંબાઈ વધી નથી એવાં 5 વર્ષ સુધીનાં બાળકો કેટલાં?
ગુજરાતમાં લંબાઈ પ્રમાણે વજન વધ્યું નથી એવાં 5 વર્ષ સુધીનાં બાળકો કેટલાં?
ગુજરાતમાં ઉંમર પ્રમાણે વજન ઓછું છે એવાં 5 વર્ષ સુધીનાં બાળકો કેટલાં?
ગુજરાતમાં કેટલી માતાઓ 6 મહિના સુધી બાળકને માત્ર પોતાનું ધાવણ આપે છે?
ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં કેટલાં બાળકોમાં લોહીની ઉણપ છે?
આ આંકડા સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતમાં કુપોષણ કેવા પ્રકારનું છે. સરવેમાં જાણવા મળ્યું કે, ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં દરેક 10માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ છે. ત્યારે મહિલાઓ અને પુરુષોમાં પણ લોહીની ઉણપ કેવી છે તે પણ આંકડામાં જોઈ લઈએ.
ગુજરાતમાં 15થી 49 વર્ષ સુધીની કેટલી મહિલાઓમાં લોહીની ઉણપ છે?
ગુજરાતમાં 15થી 19 વર્ષ સુધીની કેટલી મહિલાઓમાં લોહીની ઉણપ છે?
ગુજરાતમાં 15થી 49 વર્ષ સુધીના કેટલા પુરુષોમાં લોહીની ઉણપ છે?
ગુજરાતમાં 15થી 19 વર્ષ સુધીના કેટલા પુરુષોમાં લોહીની ઉણપ છે?
ઝી 24 કલાકના સવાલો..... બાળકોના આહારથી કોનું પોષણ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે