ઝી મીડિયા/બ્યૂરો :સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મધ્યસ્થીકરણ (Mediation) અને ઈન્ફર્મેશન ટેકનોલોજી (Information Technology) વિષય પર સત્ર યોજાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ અને જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ. ત્રિવેદી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો પણ આ કોન્ફરન્સમાં વિશેષ અતિથિઓ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો દ્વારા આમંત્રિત મહેમાનોને લાભાન્વિત કરશે. ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉદઘાટન કાર્યક્રમાં હાજરી આપશે.
આ પણ વાંચો : પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપી ફેંકી દીધું
૯ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાશે. જ્યારે ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષ “ ફ્યૂચર ઓફ જસ્ટીસ – ટેકનોલોજી અને જ્યૂડિશિયરી” વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે.
મધ્યસ્થીકરણ પરના સત્રોમાં વાણિજ્યિક મધ્યસ્થીકરણ વિશેની વિગતો અને તેના લાભાર્થીઓને થતા લાભો ઉપરાંત કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે. કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થીકરણની પ્રકિયા અને લાભો તેમજ ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખૌફ કેમ છે? બે સગીરાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું
આ કોન્ફરન્સમાં તમામ મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિવિધ હાઇકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રજીસ્ટ્રારઓ પણ હાજર રહેશે. આ કોન્ફરન્સના વિષયો મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય. કોન્ફરન્સની કાર્યવાહીનું ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ https://www.youtube.com/c/GujaratHighCourtLive પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ પણ વાંચો :
હર્ષ સંઘવીની પોલીસ કર્મીઓને ટકોર, ‘નાગરિકો સાથે ગેરવર્તનની ફરિયાદ મારા સુધી પહોંચી તો’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે