ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર એવા સીજી રોડ પર આવેલ સિટીન્સેન્ટર કોમ્પલેક્ષ માં આવેલ એક ઓફિસ માંથી એક અઠવાડીયા પહેલા 8 લાખ ના સોના ચાંદી ના દાગીના સહિત ની રોકડ રકમ ચોરાય હતી આ બનાવ બનતાની સાથે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં કોમ્પલેક્ષમાં લાગેલા એક સીસીટીવીમાં શંકાસ્પદ નજરે પડ્યો હતો. જેની વધુ તપાસ કરતા અમદાવાદની એક હોટલ અને હોટેલથી સુરત સુધી તપાસ પહોંચી હતી અને જેની ઓળખ રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત થઈ હતી.
દરરોજ 700થી વધુ લોકો બને છે કૂતરાનો શિકાર, ટોપના 5 રાજ્યોમાં ગુજરાત સામેલ
પોલીસ દ્વારા રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત ને લઇ ને વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે ચોરીની ટેવ કરવા વાળો છે જેના વિરુધ્ધ વર્ષ 2016 માં અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ચોરી કરવા ના ગુના હેઠળ ધરપકડ થઈ ચૂકી છે અને વર્ષ 2019 માં સુરત ના અઠવાલાઇન્સ, અડાજણ, પુણા, ઉમરા , ડુમસ સહિત ના પોલીસ સ્ટેશન માં 9 ફરિયાદ ચોરી ની થઈ ચૂકી છે અને ધરપકડ પણ કરવા માં આવી હતી ત્યારે આરોપી રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત સુરત માં જ રહેતો હોવા ની બાતમી આધારે ઝોન1 એલસીબી અને નવરંગપુરા પોલીસ ની ટીમે સુરત ખાતે થી નવરંગપુરા ના ચોરી ના કેસ માં ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરી હતી.
15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં કયા તબાહી મચાવશે મેઘો? તારીખ સાથે પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી
આરોપી ચોરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે નવરંગપુરા વિસ્તાર સહિત અમદાવાદ ના આનંદનગર અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પણ ચોરી ના ગુના ને અંજામ આપી ચૂક્યો છે જેમાંથી નવરંગપુરા માં થયેલ ચોરી માં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછ પરછ હાથ ધરી જેમાં વિગતો સામે આવી હતી કે આરોપી બસ કે ટ્રેન મારફતે અમદાવાદ ખાસ ચોરી કરવા માટે થી આવતો હતો અને અમદાવાદ માં અલગ અલગ વિસ્તારની હોટેલ માં રોકાય જતો હતો બાદ માં દિવસે બંધ મકાન કે બંધ ઓફીસ ની રેકી કરી ચોરી કરવા ના સ્થળ પર છુપાય જતો અને રાત્રે ના સમયે મોઢે રૂમાલ બાંધી ચોરી ના ગુના ને અંજામ આપી ને ફરાર થઈ જતો હતો.
15 ઓગસ્ટથી શરૂ થતાં વીકેન્ડમાં ક્યા ફરવા જશો? આ 6 ડેસ્ટિનેશન બનાવશે તમારી ટ્રિપ યાદ
આરોપીની વધુ પૂછપરછ કરતા ચોરી કરવા પાછળ નું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે આ ચોરને ઓનલાઇન ગેમ રમવા ની આદત હતી જેમાં પૈસા લગાડવા ના કારણે ચોરી કરતો હતો અને ચોરી કરેલ તમામ મુદામાલ વેચી ને જે રોકડ મળતી તે ઓનલાઇન ગેમિંગ માં લગાડી દેતો હતો ત્યારે આ આરોપી રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત મૂળ નેપાળ નો રહેવાસી છે અને બે પત્નીની નો પરીવાર છે જે બંને પત્નીઓ ચોરી ની ટેવથી કંટાળી ઘરમાં હાંકી કાઢ્યો છે ત્યારે પોલીસે હાલમાં એ તપાસ શરૂ કરી છે કે ઓનલાઇન ગેમિંગ માં અત્યાર સુધી માં કેટલા પૈસા રોક્યા છે અને આ સહિત ની કોઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ.
ડેવિડ વોર્નરે T20 ક્રિકેટમાં તોડ્યો કોહલીનો મહારેકોર્ડ, ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે