Home> Gujarat
Advertisement
Prev
Next

રૂપાલની પલ્લીને લઈને મોટા સમાચાર, યોજાશે કે નહિ યોજાય ટ્રસ્ટીએ આપી તેની માહિતી

કોરોનાનો કહેર ધીરે ધીરે ઓસરી રહ્યો છે એટલે જનજીવન થાળે પડી રહ્યુ છે. બે વર્ષ બાદ લોકો નવરાત્રિ (Navratri) ના પર્વને માણી રહ્યાં છે. આ વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજૂરી મળી છે, જાહેર ગરબા પર પ્રતિબંધ મૂકાયો છે. પણ આસ્થાનીત વાત કરીએ તો આ વર્ષે કોરોના કાળમાં માતાના તમામ ધામ ભક્તોને દર્શન માટે ખુલ્લા મૂકાયા છે. ત્યારે ગાંધીનગરના રૂપાલ (rupal palli) માં કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે.

રૂપાલની પલ્લીને લઈને મોટા સમાચાર, યોજાશે કે નહિ યોજાય ટ્રસ્ટીએ આપી તેની માહિતી

આશ્કા જાની/અમદાવાદ :કોરોનાનો કહેર ધીરે ધીરે ઓસરી રહ્યો છે એટલે જનજીવન થાળે પડી રહ્યુ છે. બે વર્ષ બાદ લોકો નવરાત્રિ (Navratri) ના પર્વને માણી રહ્યાં છે. આ વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજૂરી મળી છે, જાહેર ગરબા પર પ્રતિબંધ મૂકાયો છે. પણ આસ્થાનીત વાત કરીએ તો આ વર્ષે કોરોના કાળમાં માતાના તમામ ધામ ભક્તોને દર્શન માટે ખુલ્લા મૂકાયા છે. ત્યારે ગાંધીનગરના રૂપાલ (rupal palli) માં કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે.

fallbacks

માત્ર ગામના લોકો જ ભાગ લેશે
વરદાયિની માતા રૂપાલના ટ્રસ્ટી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, 15 ઓક્ટોબર આસો સુદ 9 ના દિવસે રૂપાલની પલ્લી નીકળશે. આસો સુદ 9 ના દિવસે માતાજી પરંપરા પલ્લી નીકળશે. પરંતુ આ વર્ષએ માત્ર ગામના લોકો પલ્લીમાં ભાગ લઈ શકશે. પલ્લી નિમિત્તે યોજાતો મેળો આ વખતે નહિ યોજાય. સોશિયલ ડિસ્ટન્સ સાથે પલ્લીનું આયોજન કરાશે. 

fallbacks

મુખ્યમંત્રીએ રૂપાલની વરદાયિની માતાના દર્શન કર્યાં 
આજે ગાંધીનગરના સુપ્રસિદ્ધ એવા રૂપાલમાં વરદાયિની માતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) દર્શન કર્યા હતા. નવરાત્રિનો પર્વ હોવાથી ભુપેન્દ્ર પટેલ રૂપાલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ વરદાયિની માતાજીના દર્શન-પૂજન કર્યા હતા. આજે ચોથુ અને પાંચમું નોરતું છે ત્યારે મુખ્યમંત્રીએ માતાજીને શિશ ઝુકાવ્યું હતું. અહીં મુલાકાતમાં મુખ્યમંત્રીએ પેથાપુરમાં બાળકને લઈ કોયડો ઉકેલવા બદલ પોલીસને અભિનંદન આપ્યા હતા. સાથે જ આ કૃત્યને માણસાઈ વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું. માતા વરદાયિનીના ધામમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પ્રજાની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More