Home> Gujarat
Advertisement
Prev
Next

Navsari Gujarat Chutani Result 2022: ભાજપનો અભેદ કિલ્લો કોંગ્રેસ આ વખતે ભેદી શકશે ખરો?

Navsari Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Navsari Gujarat Chutani Result 2022: ભાજપનો અભેદ કિલ્લો કોંગ્રેસ આ વખતે ભેદી શકશે ખરો?

Navsari Gujarat Chunav Result 2022: નવસારી વિધાનસભા બેઠકનો 175મો ક્રમાંક છે. નવસારી વિધાનસભા બેઠક પર ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી જીત મેળવી રહ્યું છે. ભાજપ નેતા મંગુભાઈ પટેલનું આ બેઠક પર સતત 5 ટર્મ સુધી એટલે કે, 25 વર્ષ સુધી પ્રભુત્વ રહ્યું છે.1990 થી 2007 સુધી સતત મંગુભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.

fallbacks

2022ની ચૂંટણી
ભાજપે આ બેઠક પર નોરિપિટ થીયરી અપનાવી છે અને રમેશ પટેલને ટીકીટ આપી છે ત્યારે કોગ્રેસે રણજિત પંચાલને ટીકિટ આપી છે તો આપે પ્રદિપ મિશ્ર્રાને ઉમેદવાર બનાવ્યા છે

2017ની ચૂંટણી
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા પિયુષભાઈ દેસાઈએ કોંગ્રેસ નેતા ભાવનાબેન પટેલને જંગી બહુમતીથી હરાવ્યા હતા. ભાજપે રિપીટ થીયરી અપનાવીને પોતાની જીત આ બેઠક પર અવિરત રાખી હતી..

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ પિયુષભાઈ દેસાઈએ જીત મેળવી હતી અને કોંગ્રેસ નેતા અરવિંદભાઈ પટેલને હરાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More