Home> Gujarat
Advertisement
Prev
Next

NCB એ અમદાવાદ એરપોર્ટ પરથી પકડ્યું કરોડોનું કોકેઇન ડ્રગ, બહાર આવી શકે છે સ્ફોટક વિગતો

અમદાવાદ (Ahmedabad) માં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેઇનના 4કિલો જેટલા જથ્થા બાદ NCBનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેઇનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે.

NCB એ અમદાવાદ એરપોર્ટ પરથી પકડ્યું કરોડોનું કોકેઇન ડ્રગ, બહાર આવી શકે છે સ્ફોટક વિગતો

મૌલિક ધામેચા, અમદાવાદ: નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 કિલોથી વધારે કોકેઇન ડ્રગ્સ (Cocaines Drug) લઈને આવતા આફ્રિકન નાગરિકને પકડ્યો છે .પકડાયેલ આરોપી સામે  અગાઉ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પડયું હતું. કોકેઇન ડ્રગ્સ  (Cocaines Drug) ટ્રાફિકમાં આ આફ્રિકન અગાઉ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યા બાદ ઘણા સમયથી ફરાર હતો. પણ ગુરુવારે ચોક્કસ હકીકત આધારે ગુજરાત એનસીબી (Gujarat NCB) ટીમને  મહત્વની કડી હાથે લાગી છે અને પૂછપરછ વધુ ખુલાસો સામે આવી શકે છે. 

fallbacks

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

ઉલ્લેખનીય છે કે  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad Airport) પર એક વિદેશી નાગરિક આજે મોટા પ્રમાણમાં કોકેન ડ્રગ્સ (Cocaines Drug) લઈને આવી રહ્યો હોવાની ગુજરાત એનસીબી (Gujarat NCB) ટીમને માહિતી હતી. જેના આધારે  ડેરિક પિલ્લેઇ નામનો યુવક 11 મી ઓગસ્ટે જોહનીસબર્ગ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠો હતો. અને અમદાવાદ (Ahmedabad) આવવાનો હતો. આ અગાઉ તેની સામે  લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. NCB એ તેની પાસે રહેલા સમાન તપાસતા  પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટ મળી આવતા શંકા ઉભી થઇ હતી. 

Ahmedabad: તમારી સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે? તસવીરોમાં જુઓ પુરાવા

બાદ ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ પેકેટના સિલ ખોલીને કોકેઇન ડ્રગ્સ (Cocaines Drug) ભર્યું હતું.  હાલ તો અમદાવાદ (Ahmedabad) માં આવેલ વિદેશી નાગરિક પાસેથી મળી આવેલા કોકેઇનના 4કિલો જેટલા જથ્થા બાદ NCBનું માનવું છે કે આગામી દિવસોમાં કોકેઇનની ઇન્ટરનેશનલ કેરિયરની વધુ સ્ફોટક વિગત બહાર આવી શકે છે. એટલું જ નહીં આરોપી ડેરીક પિલ્લાઈ અગાઉ પણ અનેક વખત ડ્રગ્સ (Drugs) ની હેરાફેરી કરી ચુક્યો છે .જોકે મોટી માત્રામાં કબ્જે કરવામાં આવેલ આ ડ્રગ્સ (Drugs) ની આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજીત કિંમત કરોડો રૂપિયા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More