અમિત રાજપુત/અમદાવાદ: પોતાની રાજકીય જમીનની તલાશમાં એનસીપી રાજ્યમાં વધી રહેલા જળસંકટને લઈને હવે મેદાનમાં આવી છે. એનસીપીનાં રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ગુજરાતમાં જળસંકટને લઈને વોટર રેઇડ કરીને ગુજરાતનાં પાંચ ઝોનનો અહેવાલ રાજ્યપાલને સુપરત કરશે.
ગુજરાત એનસીપીનાં અમદાવાદનાં કાર્યાલય ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા કાર્યકરો સાથે બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં શંકરસિંહ વાઘેલા દ્વારા આગામી 8 દિવસ સુધી પોતાના ઝોનમાં કઈ રીતે જળસંકટની પરિસ્થિતિ છે. તેનો રીપોર્ટ તૈયાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યકરો સાથે બેઠક યોજી શંકરસિંહ વાઘેલાએ પોતાની રાજકીય સક્રિયતા ફરીથી વધારી દેવાના સંકેત પણ આપ્યા હતા. ગુજરાતમાં વધી રહેલા જળસંકટને લઇને હવે ગુજરાત એનસીપી પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. અને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા ગુજરાતના અલગ-અલગ વિસ્તારઓમાં વોટર રેઇડ કરીને સરકારને તે અંગેનો અહેવાલ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે