સુરતઃ સુરતના ઓલપાડમાં પાડોશીએ 14 વર્ષીય સગીરની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની સાથે સગીરના આડા સંબંધ હોવાની શંકાએ આરોપીએ સગીરને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો જાણો ઘટના આ અહેવાલમાં...
સુરતના ઓલપાડમાં પાડોશીએ 14 વર્ષીય સગીરની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની સાથે સગીરના આડા સંબંધ હોવાની શંકાએ આરોપીએ સગીરને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઓલપાડ તાલુકાના સાયણ ગામે 14 વર્ષીય છોકરાની હત્યા કરવામાં આવી છે. આરોપીની પત્ની સાથે આ સગીરના આડા સંબંધ હોવાની શંકામાં તેની હત્યા કરવામાં આવી છે. આ સગીર તેની નજીકમાં રહેતા વિજય વસાવાના ઘરે ગયો હતો. આ સગીર આરોપી વિજયની પત્ની સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન વિજય ત્યાં પહોંચી ગયો હતો. તેને પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા જતા સગીર પર છરીથી હુમલો કરી હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચોઃ અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
સગીર વયના યુવકની હત્યા બાદ સાયણ ઓલપાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજીતરફ પોલીસે જણાવ્યું કે મૃતક સહીર અમિત રાઠોડ આરોપી વિજયની પત્ની સાથે ઉભો હતો, આ જોઈ વિજયે આવેશમાં આવી તેની હત્યા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે