Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થઈ હતી બબાલ, પાડોશીએ આધેડને ઉતાર્યા મોતને ઘાટ

વવસાડ જિલ્લામાં એક આધેડની હત્યા કરવામાં આવી છે. હત્યારો પણ તેનો પાડોશી હોવાનું સામે આવ્યું છે. આ બંને પરિવાર વચ્ચે આશરે દોઢ વર્ષ પહેલા સામાન્ય બાબતે વિવાદ થયો હતો. આ જૂની અદાવતને ધ્યાનમાં રાખી આધેડની હત્યા કરવામાં આવી છે.
 

લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થઈ હતી બબાલ, પાડોશીએ આધેડને ઉતાર્યા મોતને ઘાટ

ઉમેશ પટેલ, વલસાડઃ એક જ ફળીયામાં રહેતા 2 પરિવાર વચ્ચે દોઢ વર્ષ પહેલા થયેલ એક બબાલના કારણે ફરી એક લોહિયાળ જંગ ખેલાયો. ઝઘડાના કારણે બે પરિવારોમાં માતમ અને અંધકાર છવાયો ગયો. અંગત અદાવતમાં ખાર રાખી બદલાની આગમાં તકની રાહ જોતા પાડોશીએ બીજા પાડોશીની જ હત્યા કરી નાખી છે.

fallbacks

વલસાડ જિલ્લાના ધરમપુરના બામટી ગામમાં આધેડની હત્યા થતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. આધેડની હત્યાથી ગામમાં ચર્ચાએ જોર પકડ્યુ હતું. બનાવની વિગતે વાત કરીએ તો ધરમપુરના બામટી ગામમાં રહેતા ચંદુભાઇ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે જ નીતિન મોહન પટેલ નામનો એક યુવક પણ સામેથી આવી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે જૂની અદાવતને લઈ બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી નીતિન પટેલે ચંદુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડાના ફટકા મારતા ચંદુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ ગામ લોકો એકઠા થયા હતા. ચંદુભાઈના પુત્ર અને તેમના પત્નીએ બાઈક પર જ લઈ જઈ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જોકે વધુ સારવારની જરૂર જણાતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન ચંદુભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચોઃ પોલીસે ટેક્નોલોજી મદદથી ખેતરમાં છૂપાયેલા આરોપીઓને ઝડપ્યા, તમે પણ જુઓ દિલધડક Video

ધરમપુરના નાનકડા બામટી ગામે એક હત્યાની ઘટના બાદ ધરમપુર પોલીસ પણ દોડતી થઈ હતી. અને આરોપી નીતિન પટેલને ઝડપવા તપાસ હાથ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ કરતા ચોંકાવનારુ કારણ સામે આવ્યુ હતું. મૃતક ચંદુભાઈના પુત્ર અને આરોપી નીતિન પટેલ વચ્ચે એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે બબાલ થઈ હતી. તે દરમિયાન બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. દોઢ વર્ષ અગાઉ બનેલી આ ઘટના બાદ બંને વચ્ચે અંગત અદાવત ચાલતી હતી. બનાવ વખતે આરોપી અને ચંદુભાઈ રસ્તા પર સામસામે આવી જતા બંને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.. જેમાં ચંદુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

ધરમપુર પોલીસે સઘન તપાસ કરી આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી નીતિનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બનાવની દિવસે શું બન્યું હતું ...કઈ રીતે આધેડ ચંદુ ભાઈ પર નીતિને હુમલો કર્યો હતો. ते જાણવા ધરમપુર પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More