ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. બાલ્કનીમાં સૂકવેલાં કપડાં લેવા ગયેલી યુવતી સાથે પડોશી યુવકે છેડતી કર્યાનો બનાવ બન્યો છે. યુવતીને જોઈ યુવકે પેન્ટ ઉતારી બિભત્સ હરકતો કરી હતી. ત્યારે યુવતી સાવધ થઈને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને પાડોશી યુવક સામે ફરિયાદ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષ્ણનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેનો પાડોશી સીસીટીવીની મદદથી તેના પર નજર રાખતો હતો. તે જ્યારે કપડા સૂકવવા બાલ્કનીમાં જતી હતી ત્યારે એક યુવક રોજ તેની સામે બિભત્સ ઈશારા કરતો હતો. જોકે, પાડોશમાં કોઈ વિવાદ ન થાય તેથી તે ચૂપ રહી હતી અને તેના પતિને કંઈ કહેતી ન હતી. પરંતુ એક દિવસ તે બાલ્કનીમાં આવી તો તેણે જોયું કે, યુવક તેના ઘરની તરફ ફેસિંગ કરીને સીસીટીવી કેમેરા લગાવી રહ્યો હતો. જેને કારણે યુવતી ગભરાઈ ગઈ હતી. યુવતી જ્યારે બાલ્કનીમાં આવી ત્યારે યુવકે પોાતનું પેન્ટ ઉતારીને અશ્લીલ હરકતો કરી હતી.
આખરે તેણે પતિને જાણ કરી હતી. ઉશ્કેરાયેલા પતિએ પાડોશી યુવક સામે આ વાતનો ઉઘડો લીધો હતો. ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. કૃષ્ણનગર પોલીસે બન્ને તરફની આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી ફરિયાદ નોંધી હતી. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે