Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં નેપાળી મહિલાની તેના જ ઘરમાં ગળુ કાપીને હત્યા કરાઈ, લોહીના ખાબોચિયામાં રમી રહી હતી એક વર્ષની દીકરી

સ્નહેલતા સાથે લિવ ઇનમાં રહેતા પ્રકાશના પહેલા આશા સાથે લગ્ન થયા હતા અને તેમની 15 વર્ષની પુત્રી પણ હતી. જોકે, તે પુત્રીએ આત્મહત્યા કરી હતી. હાલ ડિંડોલીમાં રહેતી આશા સાથે પ્રકાશના છૂટાછેડા થયા છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે

સુરતમાં નેપાળી મહિલાની તેના જ ઘરમાં ગળુ કાપીને હત્યા કરાઈ, લોહીના ખાબોચિયામાં રમી રહી હતી એક વર્ષની દીકરી

ચેતન પટેલ/સુરત :સુરત શહેર ગુના અને ગુનેગારોની નગરી બની ગઈ છે. એક તરફ ગુનાઓ ને ડામવા માટે પોલીસ કમિશનર ખુદ સાયકલ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ગુનેગારો ખાખીના ખૌફ વગર બિન્દાસપણે હત્યા જેવા ગુનાઓને અંજામ આપી ભાગી છૂટી રહ્યા છે. ત્યારે એવો જ એક કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લિવ ઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો યુવાન રોજ બપોરે વીડિયો કોલ કરી મહિલા સાથે વાત કરતો હતો. આજે મહિલાએ ફોન નહીં ઉંચકતા પાડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે મહિલાની લાશ મળી હતી અને તેની પાસે એક વર્ષની બાળકી બેસેલી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કાપોદ્રા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા યુવાનની જ ઉલટતપાસ શરૂ કરી છે.

fallbacks

મૂળ મહેસાણાનો વતની પ્રકાશ રણછોડભાઈ પટેલ બે વર્ષથી મૂળ નેપાળની સ્નેહલતા સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહે છે. કપલ કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટી મકાન નં.158 ના પહેલા માળે તેમની એક વર્ષની પુત્રી સાથે રહે છે. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ સવારે ટિફિન લઈ જતો હતો અને બપોરે સ્નેહલતા સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. આ તેનો રોજનો ક્રમ હતો. પરંતુ મંગળવારે બપોરે સ્નેહલતાનો ફોન નહીં આવતા તેણે ફોન કર્યો હતો. પણ સામેથી સ્નેહલતાએ ફોનનો જવાબ આપ્યો ન હતો. સ્નેહલતાએ ફોન નહીં ઉંચકતા તેણે પાડોશીને જાણ કરી હતી. જેથી પાડોશી તેના ઘરમાં ગયો હતો. ત્યારે બહારથી દરવાજાને આંગળો માર્યો હતો. આંગળો ખોલી તે ઘરમાં ગયો તો રસોડામાં સ્નેહલતાની લાશ લોહીના ખાબોચિયામાં હતી અને નજીકમાં તેની એક વર્ષની પુત્રી લોહીવાળા કપડામાં રમતી હતી.

આ પણ વાંચો : મોબાઈલની ખરીદી પર પર મેળવો કાશ્મીર ફાઈલ્સની ફ્રી ટિકિટ, ફિલ્મને પ્રમોટ કરવા ગુજરાતી વેપારીઓનું અનોખુ માર્કેટિંગ

પાડોશીએ તરત પ્રકાશને જાણ કરતા તે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. સ્નેહલતાને ગળા પર છરી ફેરવી હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસને સ્થળ પરથી મળેલા કેટલાક પુરાવાને પગલે પ્રકાશ પર જ શંકા જતા તેને ઉલટતપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જઈ પુછપરછ શરૂ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, સ્નહેલતા સાથે લિવ ઇનમાં રહેતા પ્રકાશના પહેલા આશા સાથે લગ્ન થયા હતા અને તેમની 15 વર્ષની પુત્રી પણ હતી. જોકે, તે પુત્રીએ આત્મહત્યા કરી હતી. હાલ ડિંડોલીમાં રહેતી આશા સાથે પ્રકાશના છૂટાછેડા થયા છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે. પ્રકાશ સાથેના લિવ ઈન રિલેશન દરમિયાન જન્મેલી પુત્રીની પ્રથમ વર્ષગાંઠ આગામી 19 મીના રોજ હોય સ્નેહલતાએ તેની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી હતી. તેણે પાડોશીઓને ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More