Home> Gujarat
Advertisement
Prev
Next

GTUની ઓનલાઈન મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ, લોગ-ઈન ન થતા વિદ્યાર્થીઓ અટવાયા

પ્રાયોગિક ધોરણે GTU દ્વારા લેવાઈ રહેલી મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ હતી. વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ માટે લોગ - ઈન ન થઈ શકતા કેટલાક બહાના આગળ ધર્યા હતા. આ અંગે GTU તરફથી કહેવામાં આવ્યું કે, સર્વર હેક કરવાનો પ્રયાસ કરાયો છે. કેટલાક વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે. જેનું નેટ સ્લો છે તેઓને સમસ્યા થઈ રહી હોવાનું GTUએ જણાવ્યું હતું. 

GTUની ઓનલાઈન મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ, લોગ-ઈન ન થતા વિદ્યાર્થીઓ અટવાયા

અતુલ તિવારી/અમદાવાદ :પ્રાયોગિક ધોરણે GTU દ્વારા લેવાઈ રહેલી મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ હતી. વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ માટે લોગ - ઈન ન થઈ શકતા કેટલાક બહાના આગળ ધર્યા હતા. આ અંગે GTU તરફથી કહેવામાં આવ્યું કે, સર્વર હેક કરવાનો પ્રયાસ કરાયો છે. કેટલાક વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપી રહ્યા છે. જેનું નેટ સ્લો છે તેઓને સમસ્યા થઈ રહી હોવાનું GTUએ જણાવ્યું હતું. 

fallbacks

આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ની લેવાઈ રહેલી પ્રાયોગિક મોક ટેસ્ટ લેવાઈ હતી. GTUમાં અભ્યાસ કરતા ડિપ્લોમા અને બી.ઈ.ના વિદ્યાર્થીઓની આજે પ્રાયોગિક મોક ટેસ્ટ  લેવાઈ હતી. ત્યારે આ ઓનલાઈન મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓ લોગ-ઈન ન કરી શકતા હોવાની વ્યાપક ફરિયાદ સામે આવી હતી. ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ લોગ-ઈન ન થઈ શકતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. બી.ઈ. અને ડિપ્લોમાના મોક ટેસ્ટનો સમય અનુક્રમે 12:00 થી 12:30 અને 2:00 થી 2:30 કલાકનો હતો. અનેક ફરિયાદો સામે આવતા 12 થી 12.30 સુધીની પરીક્ષાનો સમય 1.30 વાગ્યા સુધી વધારવાનો GTU દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. 

બી.ઈ.ના સેમેસ્ટર 2,4,6 અને ડિપ્લોમાના સેમેસ્ટર 2,4 ના 119309 વિદ્યાર્થીઓ આ ઓનલાઈન મોક ટેસ્ટ આપ્યો હતો. વિદ્યાર્થીઓ મોબાઇલ, લેપટોપ કે અન્ય ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને ઓનલાઈન ટેસ્ટ આપી શકશે તેવી જાહેરાત કરાઈ હતી. મ્યાનમાર, શ્રીલંકા અને ભૂટાન જેવા દેશના વિદ્યાર્થીઓ તથા ભારતમાંથી પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, તેલંગાણા, કર્ણાટક જેવા 20થી વધુ રાજ્યોના 119309 વિદ્યાર્થીઓએ આ ઓનલાઈન મોક ટેસ્ટ આપ્યો હતો. ભારતના જુદા-જુદા 20થી પણ વધુ રાજ્યો તથા શ્રીલંકા, ભૂટાન અને મ્યાનમાર જેવા દેશના કુલ 1,19,309 વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેસ્ટ માટે નોંધાયા હતા. 

લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી તૈયારીઓના એક ટેસ્ટ સ્વરૂપે પ્રાયોગિક ધોરણે મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું. પરંતુ લોગ-ઈન ન થઈ શકતા વિદ્યાર્થીઓ ચિંતિત
બન્યા હતા. 

આ ટેસ્ટમાં 30 માર્ક્સના એમસીક્યૂ ટાઈપના પ્રશ્નો છે, જે 30 મિનિટની સમયમર્યાદામાં પુરા કરવાના હતા. રિઝલ્ટ ત્વરીત જ વિદ્યાર્થી દ્વારા ઉપયોગ કરાયેલ ડિજીટલ ઉપકરણ પર જ મળી જશે. ઉલ્લેખનીય છે કે, જીટીયુ દ્વારા આયોજિત આ મોક ટેસ્ટનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓના ફાઈનલ મેરીટ સાથે કરવામાં આવશે નહિ. આ એક પ્રાયોગિક ધોરણે કરવામાં આવેલી પ્રક્રિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More