Home> Gujarat
Advertisement
Prev
Next

પુખ્ત વયના પ્રેમનું પરિણામ, કિશોરીને બાળક થતા કડકડતી ઠંડીમાં એપાર્ટમેન્ટ નીચે મૂકી દીધું

પુખ્ત વયના પ્રેમનું પરિણામ, કિશોરીને બાળક થતા કડકડતી ઠંડીમાં એપાર્ટમેન્ટ નીચે મૂકી દીધું
  • ગોડાદરા વિસ્તારમાં રહેતી એક કિશોરીને તેના જ એપાર્ટમેન્ટના યુવક સાથે પ્રેમ થયો હતો
  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના બાદ ચોંકાવનારો ખુલાસો થયો

ઝી મીડિયા/બ્યૂરો :સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટની નીચે રવિવારે સાંજે એક નવજાત બાળક મળી આવ્યું હતું. બાળક મળી આવતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેના બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો. એક પુખ્ત વયની કિશોરી ગર્ભવતી બનતા પોતાનું પાપ છુપાવવા માટે તેણે નવજાત બાળકને ત્યજી દીધું હતું. ત્યારે માનવતાને પણ શરમાવે તેવો આ કિસ્સો હતો. જેમાં એક નવજાતને કડકડતી ઠંડીમાં એપાર્ટમેન્ટની નીચે ત્યજી દેવાયું હતું.

fallbacks

આ પણ વાંચો : બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્કેવરની પાથળ પ્રમુખ આરણ્ય એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટમાં રહેતા પવન સોહનલાલની નજર રવિવારે સાંજે એક બાળક પર ગઈ હતી. તેમણે જોયું તો કોઈએ એપાર્ટમેન્ટની નીચે બાળકને મૂક્યું હતું. તપાસ કરતા કોઈ આસપાસ મળી આવ્યું ન હતુ. તેથી તેઓએ ગોડાદરા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે નવજાતનો કબજો લઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. જોકે, પોલીસે તપાસનો દોર શરૂ કરતા કંઈક અલગ વાત સામે આવી હતી. 

આ પણ વાંચો : દિલ્હી પાસિંગની કાર અમદાવાદના જે જે વિસ્તારમાંથી પસાર થતી, ત્યાં ચોરી થતી... મોટો ભેદ ઉકેલાયો

વાત એમ હતી કે, ગોડાદરા વિસ્તારમાં રહેતી એક કિશોરીને તેના જ એપાર્ટમેન્ટના યુવક સાથે પ્રેમ થયો હતો. કિશોરીના માતાપિતા રાજસ્થાનમાં રહે છે, તો તે તેના ભાઈ-ભાભી સાથે એપાર્ટમેન્ટમાં રહે છે. કિશોરીને એપાર્ટમેન્ટના રાજસ્થાની યુવક સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. અને બાદમાં કિશોરી ગર્ભવતી બની હતી. જોકે, કુંવારી માતા બનવુ સ્વીકાર્ય ન હોવાથી તેના પરિવારજનોએ નવજાત બાળકને ત્યજી દીધું હતું. પોલીસના પ્રયાસોથી યુવક અને યુવતીના પરિવારો વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી છે. 

આ પણ વાંચો : આણંદ : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઓન ધી સ્પોટ મોત 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More