Ahmedabad News : અમદાવાદમાં ઓપનિંગના પાંચ વર્ષમાં જ ખખડધજ બની ગયેલા હાટકેશ્વર બ્રિજ ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશન આ બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવશે. પરંતું નવા બ્રિજ માટે એએમસીએ કેટલીક શરતો મૂકી છે. આ શરતો પર જ હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર મળશે. શરતો મુજબ, હાટકેશ્વર બ્રિજ નવો બનાવ્યા પછી કોન્ટ્રાક્ટર 10 વર્ષ માટે જવાબદાર રહેશે. આમ, આખરે મોડે મોડે પણ AMC ને બ્રહ્મ જ્ઞાન લાદ્યું ખરું.
કોન્ટ્રાક્ટર 10 વર્ષ માટે જવાબદાર રહેશે
અમદાવાદના હાટકેશ્વરમાં બ્રિજને નવો બનાવતા પહેલા તંત્રએ ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરી દીધા છે. જે પ્રમાણે હવે બ્રિજ નવો બન્યા બાદ કોઈ પણ ખામી સર્જાય તો કોન્ટ્રાક્ટર 10 વર્ષ સુધી જવાબદાર રહેશે. 10 વર્ષ સુધી બ્રિજમાં કોઈ પણ નુકસાન થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે. જેમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે જ સમારકામ કરવામાં આવશે. આ ઉપરાંત ડામર ઉખડી જાય કે પછી રેલિંગ તૂટી જાય તો પણ કોન્ટ્રાક્ટર 5 વર્ષ માટે જવાબદાર રહશે.
Property Tax ના રૂપિયા બચાવવા અમદાવાદમાં શરૂ થઈ રહી છે નવી સ્કીમ, એડવાન્સમાં ભરો
અન્ય નવી શરતો પણ ઉમેરાઈ
મહત્વનું છે કે, અગાઉ બ્રિજ બન્યો ત્યારે ડિફેક્ટ લાયેબિલિટી માત્ર 1 વર્ષની હતી.. જેના કારણે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નવી શરત મુજબ લાયેબિલિટી પિરિયડ 10 વર્ષનો કરાતા કોન્ટ્રાક્ટર છટકી શકશે નહીં. મળતી માહિતી પ્રમાણે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પૂરો થવાનો હોય તેના પહેલાં પણ લોડ ટેસ્ટ, કોંક્રિટ ટેસ્ટ સહિતના ટેસ્ટ કરાવવાની શરત ટેન્ડરમાં ઉમેરાઈ છે. કોન્ટ્રાક્ટની રકમની ચૂકવણીની શરતમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલાં કામ પૂરું થયા પછી સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવતી હતી. હવે ડિફેક્ટ લાયેબિલિટી પૂરી ન થાય ત્યાં સુધી 2.5 ટકા રકમ બાકી રાખવામાં આવે છે.
રૂપાલાના વિવાદમાં હાઈકમાન્ડની એન્ટ્રી : ખાસ નેતાઓને દિલ્હી બોલાવી બનાવી નવી રણનીતિ
બ્રિજમાં ભ્રષ્ટાચાર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં જ તૂટી ગયો હતો. તેના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાનુ કામ કર્યુ હતું. હાટકેશ્વર બ્રિજ ગત ચોમાસામાં પહેલા જ ગાબડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. જેથી પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ બ્રિજને ફરીથી તોડી અને આરસીસી રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2016-17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજા છત્રપતિ શિવાજી ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રીજ ઉપર રોડ તૂટી ગયો હતો.
ગુજરાતના આ 5 શહેરોમાં સારી પ્રોપર્ટી મળે તો ખરીદી લેજો, સરકાર કરી રહી છે મોટું આયોજન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે