ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના કેસ મામલે સુરત શહેર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કુલ 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંકડો 4721 પર પહોંચ્યો છે. તો કોરોના (Coronavirus) ના કેસ મામલે બીજા ક્રમે આવેલ સુરતમાં કેસનો આંકડો 644 પર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં 613 કેસ હતા. એક દિવસમાં સુરતમાં 31 નવા કેસનો વધારો થયો છે. સુરતમાં આજે કોરોના પોઝિટિવ દર્દીનું મોત નોંધાયું છે. આ સાથે જ સુરત (Surat) માં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. 45 વર્ષીય દર્દી ભૂપત ઈન્દ્રપાલ નિશાદનું મૃત્યુ થયું છે. મૃતક ભૂપતભાઈ સુરતના ગણેશ નગરનો રહેવાસી હતા. કોરોનાના આ પોઝિટિવ દર્દીને એનિમિયાની પણ બીમારી હતી. તો સુરતમાં
પોઝિટિવ સમાચાર એ છે કે, સુરતમાં આજે વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી કુલ 92 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે.
આજના સૌથી વધુ કેસ વરાછામાં
આજના નવા કેસમાં મોટાભાગના કેસ સુરતના લિંબાયત અને વરાછા ઝોનના દર્દીઓ છે. તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. તો ઓલપાડ તાલુકામાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો છે. દિહેણ ગામે વિનોદ સુરતી નામના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત સિવિલમાં વોર્ડ બોય તરીકે બજાવતો ફરજ બજાવતો હતો. આ યુવકની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. તેને સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો હતો.
ઓરિસ્સાના કારીગરોને લક્ઝરી બસમાં રવાના કરાયા
તો બીજી તરફ, આજે સુરત લસકાના ખાતે કારીગરો વતન જવા રવાના થયા હતા. કારીગરો પોતાના વતન ઓરિસ્સા જવા નીકળ્યા હતા. કારીગરોને લકઝરી બસમાં ઓરિસ્સા માટે રવાના કરયા હતા. જેથી કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકડાઉનને કારણે કારીગરો છેલ્લા 40 દિવસથી સુરતમાં અટવાયા હતા. લોકડાઉનને કારણે કાગીગરો બેકાર બન્યા હતા, જેથી તેઓએ વતન જવા માંગણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે