હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના કોરોના (Coronavirus) અટકવાનુ નામ નથી લેતો. આરોગ્ય સચિવ જયંતી રવિએ આપેલી માહિતી મુજબ, આજે ગુજરાતમાં નવા 308 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ 234 કેસ સાથે અમદાવાદ ટોપ પર છે, તો એક દિવસમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. આમ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4082 પર પહોંચી ગયો છે અને કુલ 197 લોકોના મોત ગુજરાતમાં અત્યાર સુધી થયા છે. નવા 15 કેસ, સુરતમાં 31, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 3, ભાવનગરમાં 2 અને પંચમહાલ એક કેસ નોંધાયો છે. સાથે જ સારા સમાચાર આપતા આરોગ્ય સચિવે જણાવ્યું કે, હવે પોરબંદર, જામનગર અને મોરબી આ ત્રણ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ અત્યારે સારવાર હેઠળ નથી. તો અમરેલી, દ્વારકા અને જૂનાગઢમાં અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ હજુ સુધી નોંધાયો નથી.
ગુજરાતમાં આજના દિવસના રાહતના સમાચાર
પોઝિટિવ કેસ વચ્ચે પોઝિટવ સમાચાર આપતા આરોગ્ય સચિવે જણાવ્યું કે, હવે પોરબંદર, મોરબી, જામનગર એક્ટિવ કેસોમાંથી મુક્ત થયા છે. આવી આશા અને ધીરજ રાખીએ તો સફળતા મળી શકે છે. આમ, આ જિલ્લાઓ સલામત છે, અને તેને સલામત રાખવાના પ્રયાસો ચાલુ જ છે. બીજા ત્રણ જિલ્લા અમરેલી, દ્વારકા અને જુનાગઢમાં અત્યાર સુધી એકપણ કેસ નોંધાયા નથી. આ આંકડાને હવે ટકાવી રાખવાના છે. પોરબંદરમાં હવે એકપણ એક્ટિવ કેસ નથી તેના માટે સ્થાનિક તંત્ર અહીં ટેસ્ટીંગ માટે પ્રયાસો કરી રહ્યું છે. પોરબંદરમાં સફળતા એ છે કે, 14 ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનોએ નક્કી કર્યું છે કે વસ્તીને સ્વૈચ્છિક રીતે આર્યુવેદિક દવા આપવાની ઝુંબેશ ઉપાડી છે. આ વિસ્તારોમાં કોઈ પોઝિટિવ કેસો પણ નથી. સ્વાઈન ફ્લૂમાં ભૂતકાળમાં પણ ગુજરાતે સફળતા મેળવી હતી. ત્યારે પોઝિટિવિટી સાથે અને નાની બાબતોનું ધ્યાન રાખીને લોકો કોરોના સામે ફાઈટ કરી શકે છે.
રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત
ગુજરાતમાં ક્યા કેટલા કેસ
કુલ 93 દર્દી આજે ગુજરાતમાંથી રિકવર થયા
અમદાવાદમાં 22 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. આમ, કુલ 93 જેટલા લોકો સમગ્ર ગુજરાતમાંથી આજે સાજા થયા છે. કુલ 42390 જેટલા લોકો ક્વોરેન્ટાઈનમાં છે. તો 39 હજારથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. હવે પોઝિટિવ કેસના દર્દી સુવિધા સાથે હોમ ક્વોરેન્ટાઈન પણ થઈ શકે છે તેવી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે