Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં નવી નોકરીઓ આવશે! 6 સેમિકન્ડટર કંપનીઓનું ગુજરાતમાં 1.25 ટ્રિલિયનનું રોકાણ આવ્યું

Semiconductor Industry In Gujarat : સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા... ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેસીલીટીઝની ગતિવિધિ તેજ બની, CM પટેલે નેધરલેન્ડ સહિત 7 દેશોના એમ્બેસેડર સાથે કરી મુલાકાત 

ગુજરાતમાં નવી નોકરીઓ આવશે! 6 સેમિકન્ડટર કંપનીઓનું ગુજરાતમાં 1.25 ટ્રિલિયનનું રોકાણ આવ્યું

Vibrant Gujarat : ગુજરાતના ત્રીદિવસીય સેમિકન્ડક્ટર કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. ગુજરાત સેમી કંડકટર કોન્ફરન્સ અંતગર્ત IESA વિઝન સમિટ અને ISPEC કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેમાં દેશમાં આકાર લઈ રહેલ સેમીકન્ડકટર ઉત્પાદન ક્ષેત્રે અને વૈશ્વિક સેમીકન્ડકટર વેલ્યુ ચેઇન બાબતે ચર્ચાઓ થશે. તાઈવાન, યુએસ, નેધરલેન્ડ, જાપાન, સિંગાપોર અને કોરિયા પ્રતિનિધિ હાજર રહ્યાં છે. ત્રિદિવસીય કોન્ફરન્સ માં ૧૦૦૦ કરોડ રૂપિયાના MOU થશે. ગુજરાત સેમિકન્ડક્ટરમાં રોકાણ અર્થે વધુ ૧૫૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે. ત્યારે  ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને IIT ગાંધીનગર વચ્ચે MOU કરવામાં આવ્યા જે અંતર્ગત IIT ગાંધીનગર ખાતે સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્ય વર્ધન માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.

fallbacks

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકલ ટુ ગ્લોબલ વેલ્યુ ચેનમાં ભારત અને ગુજરાત આગળ રહે તે દિશમાં આપણે આગળ વધી રહ્યા છીએ. સેમી કંડક્ટર માટે ૨૦૨૨ માં જ પોલીસી લાગુ પાડવામાં આવી હતી, જેમાં ગુજરાત આગળ છે. ભારતના પાંચ પૈકી ચાર સેમી કંડક્ટર યુનિટ ગુજરાતમાં છે. ગુજકાતમાં ધોલેરા ખાતે સેમી કંડક્ટર હબ બનશે. આજે અનેક કંપનીઓએ ધોલેરામાં સેમી કંડક્ટર હબમાં રોકાણના એમઓયુ કર્યા છે. આવનારા સમયમાં ગ્લોબલ સેમી કંડક્ટર વેલ્યુ ચેનમાં ગુજરાત અગ્રેસર રહેશે. ગુજરાત સેમી કંડક્ટર સેક્ટર માટે હાઇ ટેક મેન પાવર તૈયાર કરવા પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમ ગુજરાત માટે માઈલ સ્ટોન સાબિત થશે. પીએમ મોદી નું વિઝન છે કે આપણે એવા ભારતનું નિર્માણન કરીને કે વિશ્વમાં સેમી કંડકટર માટે વૈશ્વિક ચેન સપ્લાયમાં મહત્વનો ફાળો રહે. ભારત સરકાર જેમ ગુજરાત સરકાર પણ ઇલેક્ટ્રિક સેકટર અને સેમી કંડકટર માટે ફેસેલિટી આપે છે.

ગુજરાતના આ શહેરમાં હોળીની ઉજવણી પર મૂકાયો પ્રતિબંધ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

(1) ગુજરાતમાં રૂ.૧૦૦૦ કરોડ ના રોકાણ દ્વારા નવા સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરીંગ એકમ સ્થાપવા માટે JABIL INDIA કંપની સાથે MOU કરવામાં આવ્યા. આ એકમ ખાતે એઆઈ, ટેલિકોમ, આઈઓટી અને સ્માર્ટ ઇન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉપયોગી એવા ફોટોનિક્સ ટ્રાન્સરીસીવર્સ (ડેટા કમ્યુનિકેશન ડિવાઇસ) નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. આ રોકાણ થકી ૧૫૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે.

(2) રૂ. ૯૧,૫૨૬ કરોડ ના કુલ રોકાણ દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકંડક્ટર ફેબ એકમને કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર નાણાકીય સહાય આપવા માટે ઈન્ડીયા સેમિકંડક્ટર મિશન (ISM) અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ (TEPL) વચ્ચે કરાર (FSA) થયા.

(૩) ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને IIT ગાંધીનગર વચ્ચે MOU કરવામાં આવ્યા જે અંતર્ગત IIT ગાંધીનગર ખાતે સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્ય વર્ધન માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.

(4) ટાટા ઈલેક્ટ્રોનિક્સ, તાઈવાનની કંપની PSMC અને તાઈવાનની ફેબલેસ સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની હાઈમેક્સ ટેકનોલોજીસ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા. ધોલેરા ખાતે PSMCની મદદથી ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવનાર સેમિકંડક્ટર ચીપના ઉત્પાદન માટે આ કરાર ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થશે.

એક મ્યાનમાં બે તલવાર! મોદી-રાહુલ એકસાથે આજે ગુજરાતના પ્રવાસે, કંઈક નવાજૂની તો થશે

(5) સાણંદ ખાતે કેયનસ ટેકનોલોજીના નવા સેમિકન્ડક્ટર એકમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ સાથે જાહેરાત કરવામાં આવી કે આ કેન્સના સાણંદ ખાતેના આ સેમિકંડક્ટર OSAT પ્લાન્ટ પર પાયલોટ મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જૂન ૨૦૨૫ અને મુખ્ય મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જાન્યુઆરી ૨૦૨૬માં સેમિકંડક્ટર ચીપનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્સ દ્વારા અમેરીકાની સેમિકંડક્ટર ચીપ ડિઝાઇનર, ડેવલપર અને પાવર સેમિકન્ડક્ટર્સની વિશાળ શ્રેણીની વૈશ્વિક સપ્લાયર એવી આલ્ફા અને ઓમેગા સેમિકન્ડક્ટર લિમિટેડ (AOS) સાથે મલ્ટી-યર-મલ્ટી-મિલયન-ડોલરના POWER MOSFETS, IGBTS અને IPMs જેવા સેમિકંડક્ટર ચીપ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર કરવામાં આવ્યા. આ ઉપરાંત કેન્સ કંપની દ્વારા તેના ટેકનોલોજી પાર્ટનર, ઉત્પાદક સાધન પાર્ટનર અને સપ્લાય ચેનપાર્ટનર સાથે કરારોની જાહેરાત કરવામાં આવી. સેમિકંડક્ટર ક્ષેત્રે નવા કૌશલ્ય નિર્માણ માટે ૮ સંસ્થાઓ સાથેના સ્ટેટર્જીક સહયોગ માટેના કરારની જાહેરાત કરવામાં આવી.

(6) ગુજરાતમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રોકાણ દ્વારા નવા ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ સર્વિસ (EMS) એકમ સ્થાપવા માટે તાઈવાનની તાઈવાન સરફેસ માઉન્ટીનગ ટેકનોલોજી (TSMT) કંપની સાથે MOU કરવામાં આવ્યા. આ રોકાણ થકી ૧૦૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે.

(7) ગુજરાતમાં સાણંદ ખાતે આવેલ સેમિકંડક્ટર ક્ષેત્રની કંપની માઈક્રોન ટેકનોલોજી સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, STEM શિક્ષણ અને કુશળ માનવબળ ના વિકાસ માટેના પ્રયત્નો માટે MOU કરવામાં આવ્યા. જેનો લાભ સાણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારને મળશે.

(8) ધોલેરા સર ખાતે નિર્માણ પામનાર નવી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કુલ અને ફાયર સ્ટેશનનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.

ગાંધીનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્ની-દીકરાની હત્યા કરી યુવકે પોતે આપઘાતનો પ્રયાસ કર્યો

(9) ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA) દ્વારા 'સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન- રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું તેમજ વિઝન ટુ રિયાલિટી- - મેઇક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ ઇનિશિએટીવનું પણ વિમોચન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને આગામી દિવસોમાં ધોલેરા અને સાણંદની મુલાકાત દ્વારા ગુજરાતમાં ઉભરતા સેમિકન્ડક્ટર કેન્દ્રોનો અનુભવ કરાવવામાં આવશે.

6 કંપનીઓનું ગુજરાતમાં 1.25 ટ્રિલિયનનું રોકાણ
તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે, પીએમ મોદીએ વિકસિત ભારત @2047 નું સૂત્ર આપ્યું છે. સેમિકન્ડકટર પોલીસ પીએમ મોદીનું વિઝન છે. સમગ્ર દેશમાં સેમિકાંડકર પોલીસ બનાવનારું રાજ્ય ગુજરાત છે. ગુજરાત સરકાર સેમિકંડકટર  બાબતે જમીન અને ઓપરેશન હેઠળ કંપીનોને રાહત આપી રહી છે. વિશ્વ કક્ષાના આંતરમાળખાકીય સુવિધાઓ ગુજરાતમાં છે. ધોલેરા અને સાણંદમાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુજરાતમાં ફકત 1 વર્ષમાં 6 જેટલી સેમી કંડકટર કંપનીઓ આવી છે. 6 કંપનીઓએ ગુજરાતમાં 1.25 ટ્રિલિયનનું રોકાણ કર્યું.

CBSE બોર્ડની પરીક્ષામાં મોટો બદલાવ : હવે નવી પેટર્નથી પરીક્ષા લેવાશે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More